હોંગકોંગના રિટેલ સેલ્સમાં મે મહિનામાં શરૂ થયેલો સુધારો જૂનમાં પણ જળવાઈ રહ્યો હતો. અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા ગ્રાહકોના સેન્ટિમેન્ટ સુધર્યા તેની પોઝિટિવ અસર રિટેલ માર્કેટ પર જોવા મળી રહી છે. ખાસ કરીને લક્ઝરી આઈટમ્સ જેવી કે જ્વેલરી, વોચીસ અને કિંમતી ગિફ્ટ્સમાં વેચાણ સુધર્યું છે. વાર્ષિક ધોરણે લક્ઝરી આઈટમ્સના સેલ્સમાં 52 ટકાનો વધારો જોવા મળ્યો હતો. અંદાજે 5.08 બિલિયન હોંગકોંગ ડોલરનું વેચાણ થયું હતું. સરકારના સેન્સેસ (વસ્તી ગણતરી) અને સ્ટેટિટિસટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જૂનમાં જાહેર કરાયેલા આંકડા અનુસાર તમામ લક્ઝરી પ્રોડ્કટ કેટેગરીમાં રિટેલ વેચાણ 18 ટકા વધીને 34.47 બિલિયન હોંગકોંગ ડોલર થયું છે. જે યુએસ ડોલરમાં 4.4 બિલિયન ડોલર થાય છે.
અગાઉના વર્ષના સમાન સયમગાળાની સરખામણીએ પોઝિટિવ ગ્રોથ જોવા મળ્યો છે. ગયા વર્ષે જ્યારે હોંગકોંગમાં લોકડાઉનના લીધે કડક નિયંત્રણો હતા ત્યારે સ્થિતિ અલગ હતી, હવે સ્થિતિ બદલાય છે. ગયા વર્ષે કોવિડ 19ના નિયંત્રણોના લીધે પ્રવાસીઓની સંખ્યા ઓછી હતી. તેથી હોંગકોંગમાં રીચ ટુરીસ્ટ ઘટ્યા હતા. જણાવી દઈએ કે હોંગકોંગના બજારો રીચ ટુરીસ્ટ પર નિર્ભર છે. હોંગકોંગના રિટેલર્સની આવકનો મોટો હિસ્સો રીચ ટુરીસ્ટ તરફથી આવે છે. ગયા જાન્યુઆરી મહિનામાં હોંગકોંગમાં પ્રવાસનને મંજૂરી મળી ત્યાર બાદ ધીમે ધીમે બજાર સુધરી રહ્યું છે.
વર્ષ 2023ના પ્રથમ પાંચ મહિનામાં લક્ઝરી આઈટમ્સના રિટેલ સેલ્સની વાત કરીએ તો જ્વેલરી, વોચીસ અને કિંમતી ગિફ્ટના વેચાણમાં 77 ટકાનો વધારો થયો છે. તે 24.85 બિલિયન હોંગકોંગ ડોલર થયો છે. આ સમયગાળા માટે કુલ રિટેલ સેલ્સ 21 ટકા વધી 171.94 બિલિયન હોંગકોંગ ડોલર થયું છે. મે મહિનાની વાત કરવામાં આવે તો હોંગકોંગમાં આ મહિનામાં 2.8 મિલિયન ટુરીસ્ટ આવ્યા હતા. જે ગયા વર્ષના સમાન મહિનામાં માત્ર 18,710 હતા. મે મહિનામાં ટુરિસ્ટની સંખ્યા વધી હતી. તેમાં મોટા ભાગના અંદાજે 2.3 મિલિયન મેઈનલેન્ડના હતા, જે 2022માં 14,403 જ હતા.
હોંગકોંગ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ઇનબાઉન્ડ ટુરિઝમના પુનરુત્થાન અને સકારાત્મક વપરાશ સેન્ટિમેન્ટને કારણે એક વર્ષ અગાઉ મે મહિનામાં કુલ રિટેલ સેલ્સનું મૂલ્ય દેખીતી રીતે વધવાનું ચાલુ રાખ્યું હતું. આગામી મહિનાઓમાં રિટેલ સેલ્સમાં સુધારો ચાલુ રહે તેવી અપેક્ષા છે. ટ્રાન્સપોર્ટેશન અને હેન્ડલિંગ ક્ષમતા વધુ વિસ્તરે તેમ આવતા મુલાકાતીઓની સંખ્યામાં વધારો થતો રહેવો જોઈએ. સ્થાનિક વપરાશની માંગને સુધરેલી લેબર માર્કેટની સ્થિતિ, યુઝ વાઉચરના બીજા હપ્તાનું વિતરણ અને સરકાર અને ઉદ્યોગ દ્વારા પ્રમોશનલ પ્રયાસો દ્વારા સમર્થન મળતું રહેશે.”
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM