DIAMOND CITY NEWS, SURAT
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા જયંતિના અવસર પર પરંપરાગત કારીગરો અને શિલ્પકારો માટે PM વિશ્વકર્મા યોજના, PM વિશ્વકર્મા લોગો,ટેગલાઇને પોર્ટલ લોંચ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (યશોભૂમિ)ના નિર્માણમાં કામદારો અને વિશ્વકર્માઓના યોગદાનને સ્વીકાર્યું. તેમણે કહ્યું, આજે હું ‘યશોભૂમિ’ દેશના દરેક કાર્યકરને, દરેક વિશ્વકર્માને સમર્પિત કરું છું. તેમણે આજના કાર્યક્રમ સાથે જોડાયેલા વિશ્વકર્માઓને કહ્યું કે ‘યશોભૂમિ’ તેમના સર્જનોને વિશ્વ અને વૈશ્વિક બજારો સાથે જોડતું વાઈબ્રન્ટ સેન્ટર બનવા જઈ રહ્યું છે.
આજનું વિકસિત ભારત દરેક ક્ષેત્રમાં પોતાની એક નવી ઓળખ ઉભી કરી રહ્યું છે, વડાપ્રધાને વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનેલા ભારત મંડપનો ઉલ્લેખ કરતા કહ્યું કે યશોભૂમિએ આ પરંપરાને વધુ ભવ્યતા સાથે આગળ વધારી છે.
PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યશોભૂમિનો સંદેશ ઊંચો અને સ્પષ્ટ છે. અહીં યોજાતી કોઈપણ ઇવેન્ટ સફળતા અને ખ્યાતિ પ્રાપ્ત કરશે. તેમણે વધુમાં કહ્યું કે, યશોભૂમિ ભવિષ્યના ભારતને દર્શાવવાનું માધ્યમ બનશે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહકો બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પીયૂષ ગોયલે તેમના ભાષણમાં વિશ્વકર્મા યોજનાના ઐતિહાસિક પ્રારંભનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વડા પ્રધાને આપણા કારીગરોની મહેનત અને આયોજનને માન્યતા આપી છે. તેમનો આદર કરશે અને તેમને મજબૂત કરવામાં આવશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM