Princess Diana's nieces became jewellery ambassadors
સૌજન્ય: બુડલ્સ
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

સ્વર્ગસ્થ પ્રિન્સેસ ડાયનાની ટ્વીન્સ ભત્રીજીઓનેીલક્ઝરી બ્રિટિશ જ્વેલર બુડલ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

લેડી એલિઝા અને લેડી એમેલિયા સ્પેન્સર (ઉં.વ. 31) પ્રિન્સેસ ડાયનાના નાના ભાઈ ચાર્લ્સ સ્પેન્સર અને તેમની પ્રથમ પત્ની વિક્ટોરિયા લોકવુડની પુત્રીઓ છે.

આ રોયલ ટ્વીન્સ દક્ષિણ આફ્રિકામાં ઉછરેલી છે અને હવે લંડનમાં રહે છે. 1798માં સ્થપાયેલા ખાનગી જ્વેલરી કંપની બુડલ્સનું પ્રતિનિધિત્વ કરે છે. આ જોડિયા બહેનો લંડનમાં હાઈપ્રોફાઈલ મોડલ છે. લંડન ખાતેની સ્ટોર્મ મેનેજમેન્ટ એજન્સી માટે તેઓ કામ કરે છે.

એમેલિયા વેડિંગ ઈવેન્ટ્સનું કામ પણ કરે છે. જ્યારે એલિઝા ઈન્ટિરિયર ડિઝાઈનીંગમાં રસ ધરાવે છે. કિંગ ચાર્લ્સ તૃતીયની પ્રથમ પત્ની પ્રિન્સેસ ડાયનાનું 1997માં પેરિસમાં કાર અકસ્માતમાં 36 વર્ષની વયે અવસાન થયું હતું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -SGL LABS