Raghav Chadha and Parineeti Chopra's 3 carat diamond engagement ring caught everyone's attention
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના દિલ્હી ખાતેના નેતા રાઘવ ચઢ્ઢાની સગાઈના સમાચાર છેલ્લા લગભગ એક મહિનાથી હેડલાઇન્સમાં છે. આખરે બંનેએ 13મી મેની સાંજે દિલ્હીમાં સગાઈ કરી લીધી.

પરિણીતી ચોપરાએ લાઈટ પીચ રંગનો ડિઝાઈનર સૂટ પહેર્યો હતો જ્યારે રાઘવ ચઢ્ઢાએ આઈવરી રંગનો અચકન સૂટ પહેર્યો હતો. સગાઈ બાદ બંનેની રોમેન્ટીક તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી.

સગાઈ પછી કપલે સોશિયલ મીડિયા પર તેમની વીંટી બતાવતા ફોટા પણ પોસ્ટ કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર પરિણીતીએ રાઘવને લાખોની કિંમતની વીંટી પહેરાવી છે.

પરિણીતી ચોપરાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર સગાઈની વીંટી દર્શાવતી એક તસવીર પોસ્ટ કરી હતી. ફોટામાં જોઈ શકાય છે કે પરિણીતીની વીંટી સોલિટેર ડાયમંડ છે, જ્યારે રાઘવ ચઢ્ઢાની વીંટી બેન્ડ શેપમાં છે અને તેમાં થોડા થોડા અંતરે હીરા જડેલા છે.

રિપોર્ટ્સ અનુસાર, રાઘવ ચઢ્ઢાની વીંટીની કિંમત 1 લાખ 5 હજાર રૂપિયા જણાવવામાં આવી રહી છે. તે કાર્ટિયર બ્રાન્ડની ક્લાસિક ગોલ્ડ લવ બૅન્ક કલેક્શનની વીટીં છે. સિંપલ ડિઝાઈનના લીધે રાઘવની આંગળીઓમાં ખૂબ શોભી રહી હતી. કાર્ટિયર એક ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ છે.

રાઘવ ચઢ્ઢાની વીંટીની ડિઝાઈન અને કિંમત બંને ચાહકોને ખૂબ જ પસંદ આવી છે. જોકે, રાઘવ ચઢ્ઢાએ પરિણીતીને જે વીંટી પહેરાવી તેને ચાહકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું.

ખરેખર રાજકારણી રાઘવ ચઢ્ઢાએ પોતાની મંગેતર પરિણીતી ચોપરાને 3 કેરેટના રાઉન્ડ સોલિટેર ડાયમંડની રીંગ પહેરાવી હતી. પરિણીતીની એન્ગેજમેન્ટ રીંગ ખૂબ જ સુંદર દેખાતી હતી. હીરા જડિત બેન્ડ પર મોટો સોલિટેર મુકી આ વીંટી તૈયાર કરાઈ હતી. આ રીંગની કિંમત હજુ જાણી શકાય નથી, પરંતુ તે કરોડોમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DR SAKHIYAS