વર્ષ 2023માં હીરા ઝવેરાત ઇન્ડસ્ટ્રીના મૃત્યુ પામેલા લીડર્સને રેપાપોર્ટે શ્રદ્ધાંજલી અર્પી

વર્ષ દરમિયાન ઉદ્યોગે વિવિધ ક્ષેત્રના વડાઓ, ડિઝાઈનર્સ, રિસર્ચર્સ, રિટેલર્સ અને પત્રકારો સહિત 12 લીડર્સને ગુમાવ્યા છે.

Rapaport Pays Tribute to Deceased Leaders of the Diamond Jewellery Industry in 2023-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

વર્ષ 2023 હીરા ઝવેરાત ઉદ્યોગ માટે અનેક ઘટનાઓથી ભરપૂર રહ્યું છે. કોરોના મહામારીમાંથી બહાર આવેલા આ ઉદ્યોગે યુરોપીયન દેશોની આર્થિક કટોકટી, રશિયન ડાયમંડ પર પ્રતિબંધ સહિત અનેક પડકારોનો વર્ષ 2023માં સામનો કર્યો. આ ઉપરાંત આ ઉદ્યોગે અનેક ટોચના લીડરો પણ ગુમાવ્યા છે.

હીરા અને ઝવેરાત ઉદ્યોગ એક માળા સમાન છે. બધાં મણકા એક બીજા સાથે જોડાયેલા છે. આ વર્ષ દરમિયાન ઉદ્યોગે વિવિધ ક્ષેત્રના વડાઓ, ડિઝાઈનર્સ, રિસર્ચર્સ, રિટેલર્સ અને પત્રકારો સહિત 12 લીડર્સને ગુમાવ્યા છે. તાજેતરમાં રેપોપોર્ટે તે લીડરોના યોગદાનને યાદ કરી તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

રેપાપોર્ટે કહ્યું કે, ભલે તે લીડરો મૃત્યું પામ્યા છે, પરંતુ અમે તેમને ભૂલ્યા નથી. વેપારમાં તેમના યોગદાન માટે હંમેશા તેઓને યાદ કરવામાં આવશે.

આ લીડર્સને ઉદ્યોગે ગુમાવ્યા

પ્રતિષ્ઠિત ડાયમંડ પોલિશર અને પ્રિન્સેસ કટના શોધક ઇઝરાયલ ઈટ્ઝક્રોવિટ્ઝનું 18 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હતું.

માર્ચ 6ના રોજ ઈન્ટરનેશનલ જેમોલોજીકલ ઈન્સ્ટિટ્યુટના નોર્થ અમેરિકન ડિપાર્ટમેન્ટના પૂર્વ પ્રમુખ જેરી એરેનવલ્ડનું નિધન થયું હતું.

અમેરિકન જેમ ટ્રેડ એસોસિએશનના ફાઉન્ડર અને પહેલાં પ્રમુખ રોલાન્સ નેફલનું 1 એપ્રિલના રોજ નિધન થયું.

જ્વેલરી કન્સલ્ટન્ટ કેટ પીટરસનને ઉદ્યોગે 12 એપ્રિલે ગુમાવ્યા.

ઇઝરાયલમાં ડાયમંડ ઈન્ડસ્ટ્રીના ફાઉન્ડર પૈકીના એક અને શેરલોક હોમ્સના મશીન સહિત વેપાર માટે અસંખ્ય ઉત્પાદનોના શોધક જેવી યેહુદાનું 6ઠ્ઠી મેના રોજ અવસાન થયું હતું.

લંડન ડાયમંડ બુર્સના પૂર્વ પ્રમુખ હેરી લેવી 15 મેના રોજ મૃત્યુ પામ્યા હતા.

વિશ્વના સૌથી આદરણીય હીરા કટર પૈકીના એક ગેબ્રીયલ ગેબી ટોક્સોવેસ્કીનું 28 મેના રોજ નિધન થયું.

ડી બિયર્સ અને એંગ્લો અમેરિકનના પૂર્વ ચૅરમૅન અને સીઈઓ જુલિનય ઓગિલવી થોમ્પસનનું 11 ઓગસ્ટે દુઃખદ નિધન થયું.

જેસીકેના પૂર્વ એડીટર ઈન ચીફ હેડ્ડા સ્કુપકનું 3 ઓક્ટોબરે નિધન થયું.

4 ઓક્ટોબરના રોજ અરકાનસાસ ઝવેરીની બીજી પેઢીનું પ્રતિનિધિત્વ કરનાર લોયડ ચાર્લ્સ સ્ટેન્લીનું મૃત્યુ થયું.

ઇઝરાયલ પર 7 ઓક્ટોબરના હમાસના હુમલામાં ગ્રાન્ડ્વ્યુ ક્લેઈન ડાયમંડ્સની નામિબીયા ફેક્ટરીના મેનેજર ઈસાક સિટોનનું મૃત્યુ થયું.

જ્વેલર અને ડિઝાઈનર હેનરી પૌલ ડુનાઈનું 10 નવેમ્બરે મોત થયું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS