અમેરિકન જેમ ટ્રેડ એસોસિએશન (AGTA) 2023 GemFair લાસ વેગાસ રેપાપોર્ટની પ્રથમ કુદરતી મોતીની હરાજી અને વેચાણ માટે સ્પ્રિંગબોર્ડ તરીકે સેવા આપશે. હરાજી 20મી જૂને બહેરીનમાં થશે, પરંતુ ખાસ કરીને AGTA GemFairTM લાસ વેગાસમાં JCK શો દરમિયાન ન્યુયોર્ક સિટી, દુબઈ અને બહેરીન તેમજ લાસ વેગાસમાં જોવા મળશે.
બહેરીનના અખાતમાં જોવા મળતા મોતી સીપના કુદરતી નિવાસસ્થાનનું રક્ષણ સુનિશ્ચિત કરવા કડક સરકારી દેખરેખ હેઠળ કામ કરતા બહેરીની ડાઇવર્સ દ્વારા મુખ્યત્વે મેળવેલા ઘણાં કુદરતી મોતીઓનું રેપાપોર્ટ ગ્રુપ અનાવરણ કરશે. બહેરીન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્લ્સ એન્ડ જેમસ્ટોન્સ (DANAT) મોતી એકત્ર કરવામાં, ગ્રેડિંગ અને પ્રમાણિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, અને તમામને વેચાણ માટે ઓફર કરવામાં આવશે અને DANAT દ્વારા તે કુદરતી છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે.
અત્યાર સુધી, કોઈપણ એન્ટિટી નિયમિત ધોરણે વેચાણ માટે મુક્ત રીતે મળતા કુદરતી મોતી ઓફર કરવામાં સક્ષમ નથી. બહેરીન અને તેની આસપાસના પાણીમાં મોતી ઉત્પન્ન કરતા સીપ જેને મોતીના છીપલા કહેવામાં આવે છે તેના માટે ફળદ્રુપ સંવર્ધન મેદાન છે અને સદીઓથી કુદરતી મોતી ઉત્પન્ન કરે છે.
રેપાપોર્ટના ચેરમેન, માર્ટિન રેપાપોર્ટે કહ્યું હતું કે, અમને AGTA GemFair લાસ વેગાસ દરમિયાન યુ.એસ.માં મોતીનું અનાવરણ કરવા માટે બહેરીનના ડાઇવર્સ પાસેથી સીધા જ કુદરતી મોતી ઓફર કરવાની તક મળી છે રેપાપોર્ટે કહ્યું કે,કુદરતી મોતી એક અસાધારણ તક છે. તેઓ એક દુર્લભ, મૂલ્યવાન, ઐતિહાસિક રત્ન છે જે મધ્યમ કદના ડીલરો અને છૂટક વિક્રેતાઓ જેવા વિશિષ્ટ ખેલાડીઓ માટે સૌથી યોગ્ય છે.
DANAT ના CEO નૂરા જમશીરે જણાવ્યું હતું કે, આ નવી પહેલ બહેરીની ડાઇવર્સને વૈશ્વિક જ્વેલરી ઉદ્યોગમાં સીધી પહોંચ પ્રદાન કરશે.
AGTA બોર્ડ ઓફ ડિરેક્ટર્સના પ્રમુખ અને કિમ્બર્લી કોલિન્સ કલર્ડ જેમ્સના માલિક કિમ્બર્લી કોલિન્સે પણ રેપાપોર્ટને AGTA ફેમિલી સાથે જોડાવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેણીએ કહ્યુ કે, અમે આશા રાખીએ છીએ કે રિટેલર્સ અને ડિઝાઈનર્સ વેનેટિયનના લેવલ 2 પર કુદરતી મોતી જોવા આવે અને ઉદ્યોગની સૌથી મજબુત નૈતિકતા અને સૌથી સખત વ્યાપારી પ્રથાઓનું પાલન કરતા AGTA વેન્ડર્સ પાસેથી ખરીદો.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM