જીવનમાં એક જ વાર મળે એવો દુર્લભ 29.52 કેરેટનો ગુલાબી હીરો દક્ષિણ આફ્રિકાના મધ્યમાં આવેલી ઓરેન્જ નદીના કિનારેથી મળી આવ્યો હતો, જેની 30મી જૂન તે વેચવા મૂકવામાં આવ્યો હતો.
ટાઈપ ટુના આ કાચા હીરા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે રંગનું અસામાન્ય ઊંડાણ અને ક્લેરેટી ધરાવે છે. આ ડાયમંડને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રીય ફૂલ પ્રોટિયાના નામ પર પ્રોટિયા પિંક નામ આપવામાં આવ્યું છે.
જ્હોનિસબર્ગમાં પાયોનિયર ડાયમંડ ટેન્ડર હાઉસ જે આ ડાયમંડને વેચે છે તે કંપનીના ભૂસ્તરશાસ્ત્રી ડી મેઈલને કહ્યું કે એવું માનવામાં આવે છે કે આ દુર્લભ હીરાની ઉત્તપત્તિ પૃથ્વીના પેટાળમાં લગભગ 90 મિલિયન વર્ષમાં એકાદવાર થાય છે. 90 મિલિયન વર્ષ પહેલાં લેસોથો કિમ્બરલાઈટ્સમાં તેની ઉત્પત્તિ થઈ હતી. તેનો એક ટુકડો તાજેતરમાં મળી આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, “એવી સંભાવના રહેલી છે કે નદીની 500 કિમી નીચે બીજી એક પ્રાચીન નદીની ઉપલી સપાટી પર આ પહોંચીને ફસાઈ ગયો હતો. આ સ્ટોન વર્ષના પ્રારંભમાં એક જુનિયર ખાણ મજૂરને મળી આવ્યો હતો.”
ડી મિલોને વધુમાં કહ્યું કે, ઓરેન્જ નદીના મધ્ય ખંડમાં દક્ષિણ આફ્રિકાની 1500 માઈલથી વધુ લાંબી નદીમાં પ્રતિ કેરેટ સરેરાશ દુનિયાના સૌથી વધુ પત્થરો છે. જો સક્રિયતાથી ખાણ કામ નહીં થતું હોવાથી સૌથી પ્રતિ 100 ટન કેરેટમાં સૌથી ઓછા ગ્રેડના ડાયમંડ મળી રહ્યાં છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM