DIAMOND CITY NEWS, SURAT
અમેરિકામાં મંદીને પગલે અમેરિકન નાગરિકો દ્વારા રિ-મેકિંગ માટે આપવામાં આવતા હીરા તથા સોનાના દાગીના હવે અન્ય દેશોના સ્થાને સુરતના સ્પેશિયલ ઇનોમિક ઝોનમાં આવેલી 20 જેટલી કંપનીઓને દાગીનાં રિ-મેકિંગ કરવાની પરવાનગી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ડાયમંડ જવેલરીનાં શોખીન અમેરીકન નાગરીકો અત્યારસુધી રિ-મેકિંગ માટે પોતાની જ્વેલરી ચાઈના, ઈન્ડોનેશિયા અને ઈઝરાયલ મોકલતા હતા. જો કે ડાયમંડ જ્વેલરી તથા ગોલ્ડ જ્વેલરીની માંગ યુરોપ અને અમેરિકામાં નહીંવત છે.
આ બજારોમાં મંદીનો માહોલ હોવાથી અમેરિકન કંપનીઓ, જ્વેલરી અમેરિકામાં જ રિ-મેકિંગ કરાવે તો ત્યાં તેમને રિ-મેકિંગની મજૂરી મોંઘી પડે છે. તેથી અમેરિકાના વેપારીઓ ભારતીય કંપનીઓ તરફ વળ્યા છે. તેઓએ ભારતીય કંપનીઓ તરફ રિ-મેકિંગ માટે નજર દોડાવી છે.
જે અંતર્ગત સુરતના સચીન ખાતે સ્થિત સ્પેશ્યિલ ઈકોનોમિક ઝોનની ડાયમંડ તથા જ્વેલરી ક્ષેત્રની 20 કંપનીઓએ રિ-મેકિંગ માટેની પરવાગની માગી હતી, જે પરવાનગી એસઈઝેડ તરફથી આપી દેવામાં આવી છે. આ પરવાનગી મળતા સુરતના જ્વેલરી ક્ષેત્રને હવે રિ-મેકિંગનું પણ કામ મળતું થશે.
નોંધનીય છે કે ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીના બજારમાં છેલ્લાં કેટલાંય સમયથી નિરસતાનો માહોલ છે. આવા સમયમાં રિ-મેકિંગનું કામ મળે તે ઉત્પાદકો માટે બળ પુરું પાડનારું બની રહેશે. વળી, વિદેશની સરખામણીએ ભારતમાં મજૂરીના દરો ઓછા હોવાથી સુરતના જ્વેલર્સને વિદેશમાંથી રિ-મેકિંગના ઓર્ડર સરળતાથી મળે તેવી શક્યતા છે.
એસઈઝેડે 20 યુનિયને મંજૂરી આપી
હવે અમેરિકા, યુરોપના દેશોમાંથી જ્વેલરી રિ-મેકિંગ માટે સુરતમાં આવશે. આ માટે સુરત એસઈઝેડે 20 યુનિટને પરવાનગી આપી છે. હાલ ડાયમંડ-જ્વેલરી માર્કેટમાં મંદી છે. અમેરિકામાં પણ મંદીને કારણે ડિમાન્ડ ઘટી છે.
જોકે, અમેરિકા-યુરોપમાં જ્વેલરી રિ-મેકિંગનો ટ્રેન્ડ વધ્યો છે. ત્યાં ખર્ચ વધુ હોવાથી ચીન, ઈઝરાયલ, ઈન્ડોનેશિયામાં ઓર્ડર અપાઈ રહ્યા છે. સચિનના એસઈઝેડમાં સૌથી વધારે યુનિટ જ્વેલરી અને ડાયમંડ મેન્યુફેક્ચરિંગના છે, જે પૈકી 20 યુનિટોએ વિદેશથી આવતી જ્વેલરીને રિમેક કરવા પરવાનગી માંગી હતી, જે એસઈઝેડ કમિશનરે આપી છે.
સુરતની સરખામણીમાં ચાઈના, ઈન્ડોનેશિયા અને ઈઝરાયલમાં પણ જ્વેલરી રિ-મેકિંગનો ખર્ચ વધારે થાય છે, જેથી એસઈઝેડનાં યુનિટોને લાભ થશે. અમેરિકા અને યુરોપથી જ્વેલરી રિ-મેકિંગ માટે આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે.
હીરા જડવા માટે અમેરિકાથી મેબેક કારની ચાવી આવી
સુરત એસઈઝેડમાં 120 યુનિટ છે, જેમાંથી સૌથી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને ડાયમંડ કટ-પોલિશના છે. અહીં ઉત્પાદકો હિપ-હોપ જ્વેલરી, યુનિક જ્વેલરી બનાવે છે. રિ-મેકિંગ માટે અમેરિકાના એક ગ્રાહકે મર્સિડિઝ મેબેક કારની ચાવીમાં હીરા મૂકવા મોકલી છે. એસઈઝેડ ડેવલપમેન્ટ કમિશનર વિરેન્દ્ર સિંહે કહ્યું કે, ‘હાલ એક્સપોર્ટ ઓછું થઈ રહ્યું છે ત્યારે યુનિટો રિ-મેકિંગ કરી શકે તે માટે મંજૂરી આપી છે.’
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM