DIAMOND CITY NEWS, SURAT
JCK લાસ વેગાસ શોમાં 18,000 મુલાકાતીઓ અને 12,000 પ્રદર્શકોને આકર્ષવાની અપેક્ષા છે, જે ગયા વર્ષની હાજરીને અનુરૂપ છે.
આયોજકો કહે છે કે તેની 2024 આવૃત્તિની થીમ, જે 31 મે થી 3 જૂન સુધી યોજાશે, તે “LOVE”હશે. પસંદગીની ઇવેન્ટ 30 મેના રોજ શરૂ થશે.
JCKના ઇવેન્ટ લીડર સરીન બચમાને કહ્યું કે, ફેસ ટુ ફેસ મળવા જેવું ખરેખર કોઇ કનેકશન નથી. અમે એવા બિઝનેસમાં છીએ જે અમે જ્વેલરી, પ્રેરણા અને અજોડ ઘટનાના અનુભવો દ્રારા બિઝનેસ ઉભો કરવામાં મદદ કરે છે.
તેમણે આગળ કહ્યું કે, શો શરૂ થવાના આગલા દિવસે 30 મેના રોજ બે કલાકની સસ્ટેનેબિલિટી સમિટનું નવું આકર્ષણ છે, જે સમગ્ર સપ્લાય ચેઇનની સસ્ટેનિબીલિટી માનસિકતાને પ્રોત્સાહન આપે છે.
JCK કહે છે કે માત્ર ટ્રેડ પ્રોગ્રામ તરીકે, આ વર્ષે તે દરેક વ્યક્તિગત હાજરીની તપાસ કરશે, માત્ર કોઈ સ્ટોર અથવા કંપનીના મુખ્ય સંપર્કની નહીં.
સરીન બચમાને કહ્યું કે, અમે અમારા સમુદાયમાં નવા અને પરત ફરતા પ્રોફેશનલ્સને આવકારવા માટે ઉત્સુક છીએ, શ્રેષ્ઠ શોપિંગ અનુભવો, અનન્ય ક્ષણો અને સૌથી અગત્યનું, સલામત વાતાવરણમાં બિઝનેસને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM