Relief after arrest of gang targeting Asian-Indian jewellery shops in US
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકાના પૂર્વ કાંઠાના ચાર રાજ્યોમાં એક વર્ષના સમયગાળામાં ભારતીય તથા અન્ય એશિયન જ્વેલરી સ્ટોરોને નિશાન બનાવીને કથિત રીતે કરવામાં આવેલી અનેક હિંસક સશસ્ત્ર લૂંટની ઘટનાઓ અંગે એક મોટી ગુનાખોર ટોળકીના કુલ ૧૬ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.

ફેડરલ લો એન્ફોર્સમેન્ટ દ્વારા બુધવારે આઠ શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બાકીના આઠ અગાઉ પકડાઇ ગયા હતા એ મુજબ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાની અમેરિકી એટર્નીની કચેરી દ્વારા જારી કરવામાં આવેલ એક નિવેદનમાં જણાવાયું છે. આરોપનામા મુજબ ૭ જાન્યુઆરી ૨૦૨૨ અને ૨૭ જાન્યુઆરી ૨૦૨૩ વચ્ચે ન્યૂ જર્સી, પેન્સિલવેનિયા, વર્જીનિયા અને ફ્લોરિડામાં એશિયનોની માલિકીના ઝવેરાતના સ્ટોરોમાં લૂંટ ચલાવવા માટે કોલમ્બિયા ડિસ્ટ્રીકટમાં કાવતરું ઘડ્યું હતું.

આરોપનામામાં નવ દક્ષિણ એશિયન જ્વેલરીની દુકાનોની યાદી આપવામાં આવી છે જેમને આ ગેંગ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. આમાંથી ઓછામાં ઓછી ચાર દુકાનો ભારતીય મૂળના લોકોની માલિકીની હોવાનું તારવી શકાયું છે.

ઘેરા રંગના વસ્ત્રો, માસ્ક અને ગ્લોવ્ઝ પહેરીને આવતા આવતી આ ટોળકી બંદૂકથી સજ્જ રહેતી હતી, લૂંટ કરવા માટે આવવા અને પછી ત્યાંથી ભાગી જવા માટે ચોરેલા વાહનોનો ઉપયોગ કરતી હતી એમ બુધવારે જારી કરાયેલ એક અખબારી નિવેદનમાં જણાવાયું હતું. આરોપીઓએ ઇસ્ટ કોસ્ટમાં આવેલ નાના ધંધાઓને નિશાન બનાવ્યા હતા અને સખત મહેનત કરતા કુટુંબો પાસેથી હજારો ડોલરની કિંમતનું ઝવેરાત ચોરી ગયા હતા એમ આસિસ્ટન્ટ ડિરેક્ટર ઇન્ચાર્જ ડેવિડ સનબર્ગે જણાવ્યું હતું.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -Siddharth Hair Transplant