આગામી તા. 3 ઓક્ટોબર 2023ના રોજ ભારતના જયપુરમાં સીબ્જો કોંગ્રેસની કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. આ કોન્ફરન્સના આડે હવે થોડા અઠવાડિયનો જ સમય બાકી રહ્યો છે ત્યારે સીબ્જો કોંગ્રેસ દ્વારા ચોથો સ્પેશ્યિલ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં સીબ્જો ડાયમંડ કમિશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેનું નેતૃત્વ ઉદી શીન્તાલ દ્વારા કરાયું છે. આ રિપોર્ટ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ, ટેક્નોલૉજી ગ્રોથ અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના લીધે બદલાતા ઉદ્યોગના સ્ટાન્ડર્ડસ-નિયમો તેમજ નામકરણમાં ફેરફારના મુદ્દાઓને ઉઠાવે છે.
આ સ્પેશ્યિલ રિપોર્ટ તાજેતરમાં ઉદ્યોગમાં ચાલી રહેલાં દાવાઓને સંબોધે છે. જેમાં ટેક્નોલૉજીઓ વિકસી રહી છે જે ચોક્કસ સ્થાનને ચોક્કસ રીતે ઓળખવામાં સક્ષમ છે તે દર્શાવે છે. રફ હીરાનું ખાણ કામ થાય તે સિદ્ધાંતની બાબત તરીકે સીબ્જો ડાયમંડ કમિશન ઉદ્યોગમાં રિસર્ચ અને ગ્રોથને આગળ વધારવાના તમામ પ્રયાસોને આવકારે છે. આ રિપોર્ટ ભારપૂર્વક જણાવે છે કે કોઈપણ દાવાને ચકાસી શકાય તેવા પુરાવા દ્વારા સમર્થન આપવામાં આવે અને તે પરિણામો પુનરાવર્તિત હોય એમ ઉદી શીન્તાલે જણાવ્યું હતું.
“અમે ફક્ત તે જ વિશ્વાસ સાથે કહી શકીએ છીએ જે જાણીતું છે,” એમ અમેરિકાની જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મે 2023ના અભ્યાસની નોંધમાં જાહેર કરવામાં આવ્યું હતું. તે અનુસાર આજની તારીખમાં સ્વતંત્ર ઉત્પત્તિના નિર્ધારણને ચકાસતો કોઈ વૈજ્ઞાનિક રીતે મજબૂત અભ્યાસ પ્રકાશિત થયો નથી.
સ્પેશિયલ રિપોર્ટ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન (ISO) ના માળખામાં સંભવિત ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ 6893 પર થઈ રહેલા કામ અંગે અપડેટ આપે છે, જે 0.25 કેરેટ અને તેનાથી ઓછા હીરાના ગુણવત્તા નિયંત્રણને આવરી લે છે. સીબ્જોના ડાયમંડ કમિશનના વાઈસ પ્રેસિડેન્ટ જીન-પિયર ચેલેન ISO પ્રોજેક્ટની દેખરેખ કરતા કાર્યકારી જૂથના કન્વીનર છે.
સ્પેશિયલ રિપોર્ટ ત્રણ દિગ્ગજ વ્યક્તિઓ રોલેન્ડ નાફ્ટુલે, હેરી લેવી અને ગેબી ટોલ્કોવસ્કીને શ્રદ્ધાંજલિ સાથે સમાપ્ત કરે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM