Retail sales were sluggish in September, with the diamond industry globally affected by falling prices
ફોટો સૌજન્ય - GJEPC
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

પોલિશ્ડ ડાયમંડના ભાવ જાહેર કરવા માટે જાણીતી કંપની રેપાપોર્ટે તાજેતરમાં એક અહેવાલમાં જણાવ્યું કે, સપ્ટેમ્બર મહિનો હીરા ઉદ્યોગ માટે નબલો રહ્યો હતો. આ મહિનામાં બજારે ભાવમાં તીવ્ર ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે સપ્ટેમ્બર મહિનામાં રિટેલ સેલ ધીમું રહ્યું હતું. નેચરલ પોલિશ્ડ ડાયમંડના માર્કેટને સિન્થેટીક ડાયમંડની વધતી સ્પર્ધાએ પણ પ્રભાવિત કરી હતી. કારખાનેદારો ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં પોલિશ્ડ ડાયમંડની ઈન્વેટરી વેચાણની સરખામણીએ ઊંચી રહી હતી.

રેપાપોર્ટ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં 1 કેરેટ હીરા માટેનો રેપનેટ ડાયમંડ ઇન્ડેક્સ 5.2% ઘટ્યો હતો, જે માર્ચ 2020 માં કોવિડ-19 મંદીની ટોચ પછી આ કેટેગરી માટે સૌથી ખરાબ મહિનો રહ્યો હોવાનું દર્શાવે છે. 0.30-કેરેટ રેપનેટ ડાયમંડ ઈન્ડેક્સ 3.5% ઘટ્યો હતો, જ્યારે ઇન્ડેક્સ 0.50-કેરેટના માલમાં 7.1% અને 3-કેરેટના હીરામાં 2.5%નો ઘટાડો થયો છે.

રેપનેટ માત્ર ડી થી એચ રંગો અને આઈએફ થી વીએસ2 ક્લેરિટીને દર્શાવે છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન રેપનેટ પર 1 કેરેટ, ડીથીએલ અને એસઆઈ1થી એસઆઈ2 ડાયમંડની કિંમતો 6.8 ટકા ઘટી હતી.

ફેન્સી રાઉન્ડ શેપ ધીમી ગતિએ મૂલ્ય ગુમાવી રહ્યાં છે. માર્કિવઝની બેસ્ટ કિંમતો મળી રહી છે. કુશન કટ ડાયમંડની હાલત સૌથી ખરાબ હોવાનું રેપાપોર્ટે જણાવ્યું હતું.

RapNet Diamond Index (RAPI™)

 IndexSeptemberYear to DateYear on Year
   Jan. 1, 2023, to Oct. 1, 2023Oct. 1, 2022, to Oct. 1, 2023
RAPI 0.30 ct.1,423-3.50%-4.00%-5.80%
RAPI 0.50 ct.1,939-7.10%-27.40%-31.60%
RAPI 1 ct.6,067-5.20%-19.50%-25.90%
RAPI 3 ct.22,173-2.50%-10.70%-15.30%

© 2023, Rapaport USA Inc.

તહેવારોની રજા શરૂ થાય પહેલાં યુએસમાં સેલ્સ સુસ્ત જોવા મળ્યું હતું, જ્યારે ચીનના દુકાનદારો માંદા અર્થતંત્રના દબાણ હેઠળ હીરા વેચવા અનિચ્છા ધરાવે છે. ચીનના મેઈન લેન્ડના બાયર્સે જ્વેલરી એન્ડ જેમ વર્લ્ડ હોંગકોંગ શોમાં વેપારની ઓછી અપેક્ષાઓને અનુરૂપ થોડી ખરીદી કરી હતી. યહૂદી તહેવારોએ મુખ્ય વેપાર કેન્દ્રોની પ્રવૃત્તિને પણ અસર કરી છે.

રફ હીરાનું બજાર અનિશ્ચિત રહ્યું, ભારતીય વેપારી સંસ્થાઓએ ઇન્વેન્ટરીઝ ઘટાડવા અને કિંમતો સ્થિર કરવાના પ્રયાસરૂપે 15 ઓક્ટોબર થી 15 ડિસેમ્બર સુધી રફ-હીરાની આયાતને અસ્થાયી રૂપે અટકાવવાની હાકલ કરી. આ પગલાની અસરો આગામી મહિનાઓમાં ઉદ્યોગમાં અનુભવાય તેવી અપેક્ષા છે.

ડી બિયર્સનું સપ્ટેમ્બરનું વેચાણ માત્ર 200 મિલિયન ડોલર હતું. કંપનીએ કહ્યું કે તે 2023ની છેલ્લી બે સાઈટ માટે સંપુર્ણ ફ્લેક્સિબિલીટી આપશે. બાકીના વર્ષ માટે કંપનીએ ઓનલાઈન હરાજી સ્થગિત કરવાનું મન બનાવ્યું છે.

રશિયન હીરા પરના સંભવિત નિયંત્રણોએ ઉત્પાદકોને તે દેશમાંથી પોલીશ્ડ સોર્સ ઓફલોડ કરવા માટે પ્રેરિત કર્યા હતા. ડી બીયર્સનું ટ્રૅકર પ્લેટફોર્મ અને સરીન ટેક્નૉલૉજી સંયુક્ત રીતે એક એવી સિસ્ટમ બનાવી રહ્યા છે જે ગ્રુપ ઑફ સેવન (G7) દેશોને કસ્ટમ્સમાં હીરાની સંપૂર્ણ ઉત્પત્તિ જોઈ શકશે, જે રશિયન હીરાના માલને નકારવાની પ્રક્રિયાને સરળ બનાવશે.

Retail sales were sluggish in September, with the diamond industry globally affected by falling prices-1

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DEEP SEA ELECTROTECH