તાજેતરમાં પ્લૅટિનમ ગિલ્ડ ઈન્ટરનેશનલ (PGI) દ્વારા કોચી ખાતે એક અત્યંત સફળ બાયર્સ સેલર્સ મીટ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટમાં સમગ્ર દેશમાંથી પ્લૅટિનમના રિટેલર્સ પધાર્યા હતા. આગામી ફેસ્ટિવલ સિઝનની તૈયારીઓને આ મીટના માધ્યમથી દેશભરના રિટેલર્સે અંતિમ ઓપ આપ્યો હતો. આ મીટમાં રિટેલ સેક્ટર તરફથી મળેલા પોઝિટીવ રિસ્પોન્સને જોતા ઉત્પાદકોએ આગામી ફૅસ્ટિવલ સિઝન માટે પ્લૅટિનમ જ્વેલરીના ઉત્પાદનને વધારવા બાબતે ધ્યાન આપવાનું નક્કી કર્યું હતું. ભારતમાં પ્લૅટિનમ જ્વેલરીની વધતી ડિમાન્ડને પગલે આગામી ફેસ્ટિવલ સિઝનમાં ઉત્પાદકો અને રિટેલર્સ મૂડી બનાવશે તેવી આશા જાગી છે.
ગઈ તા. 6 અને 7 જુલાઈના રોજ કોચીમાં બે દિવસીય બાયર્સ સેલર્સ મીટનું પીજીઆઈ દ્વારા આયોજન કરાયું હતું. ભારતમાં પ્લૅટિનમ જ્વેલરી માટે ભરપૂર તકો રહેલી હોવાનું અને નજીકના ભવિષ્યમાં આ ઇન્ડસ્ટ્રી ડબલ ડિજીટમાં ગ્રોથ કરશે તેવો આશાવાદ ઉપસ્થિત ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો હતો.
પીજીઆઈ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વૈશાલી બેનર્જીએ કહ્યું કે, રિટેલમાં રિસ્પોન્સ સારો છે. બજાર તેજી તરફ આગળ વધતું હોવાનો અનુભવ બાયર્સ સેલર્સ મીટમાં રિટેલર્સ તરફથી મળેલા પ્રતિસાદને જોતા લાગી રહ્યું છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે ગયા વર્ષે જે પ્રકારે ગ્રોથ કર્યો હતો તે આ વર્ષે ચાલુ રહેશે. ઉત્પાદનમાં લગભગ 20 ટકા અને રિટેલમાં 26 ટકાનો ગ્રોથની આશા છે. પ્રેમની પ્લૅટિનમ સિઝન ખૂબ જ સરસ રહી હતી. અમે 30 ટકા ગ્રોથ મેળવ્યો છે. મને લાગે છે કે અમારી તમામ કેટેગરીની સિઝન મજબૂત રહેશે. અમારી પાસે મજબૂત બેકઅપ લાઈનઅપ છે. પ્લૅટિનમ જ્વેલરી સાથે સંકળાયેલા દરેક વ્યસાયકારો ફૅસ્ટિવલ સિઝનમાં તેજીની આશા રાખી રહ્યાં છે.
પીજીઆઈના સીઓઓ ટિમ સ્લીકે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પીજીઆઈ પ્લૅટિનમ જ્વેલરીનું વેચાણ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. વિશ્વના તમામ બજારોમાં મજબૂત બિઝનેસ દેખાયો છે. હાલમાં વિશ્વની નજર ભારત પર છે. કારણ કે મંદીના કાળમાં વિશ્વના દેશો તકલીફમાં છે ત્યારે ભારતમાં અસાધારણ ગ્રોથ સાથે વિપુલ સંભાવનાઓ જોવા મળી છે.
આ બાયર્સ સેલર્સ મીટમાં 20 થી 40 વર્ષની વય ધરાવતા ગ્રાહકોને આકર્ષવા માટે 16 જેટલાં પ્લૅટિનમ ઉત્પાદકોએ પીજીઆઈની મુખ્ય થીમ અનુસાર વર્લ્ડ જ્વેલરી ટ્રેન્ડને અનુરૂપ નવા ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું.
બેનરજીએ વધુમાં કહ્યું કે ઉત્પાદકોએ અમારી ત્રણેય બ્રાન્ડમાં ખૂબ જ પ્રયત્ન કર્યા છે. તેમની પાસે નવી સિઝન માટે નવું કલેક્શન છે પરંતુ તેમાંના દરેકે એક ડિફરન્સ સાથે મુખ્ય થીમને ડેવલપ કરી છે. કેટલાંકે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે તો કેટલાંક ડિઝાઈન ટ્રેન્ડનો ઉપયોગ કર્યો છે. જેમ કે કલર, સિરામીક જેવી સામગ્રી તેમજ મેન ઓફ પ્લૅટિનમમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો અને એસેસરિઝ વિકસાવ્યા છે. પ્લૅટિનમ ઈવરામાં ઉત્પાદકોએ બ્રેસલેટની નવી સિરિઝ પર ધ્યાન આપ્યું છે.
કાંડાની જ્વેલરી સૌથી વધુ ઝડપથી ગ્રોથ કરતી કેટેગરી છે
પ્લૅટિનમ જ્વેલરીમાં હાલમાં કાંડા પર પહેરાતી જ્વેલરીની કેટેગરી સૌથી ઝડપથી ગ્રો કરી રહી છે. યુવતીઓ બંગડી પહેરવા માંગતી નથી ત્યારે કાંડાની જ્વેલરીના ઉત્પાદનમાં મોટો ગેપ પડ્યો છે. આ ગેપને પુરવા માટે કાંડા પર પહેરવા માટે નવા ઉત્પાદનોની જરૂરિયાત ઉભી થઈ છે એમ બેનરજીએ જણાવ્યું હતું. આ સાથે બેનરજીએ કહ્યું કે, પ્લૅટિનમથી બનતી કાંડાની જ્વેલરીઓ સોના કરતા અલગ છે.
પુરુષોમાં પણ કાંડા પર પહેરાતી જ્વેલરીનો મોટો વર્ગ છે. એક કે બે ચેઈન ખરીદવા ઉપરાંત પુરુષો બ્રેસલેટ પર પણ નજર રાખી રહ્યાં છે. તેઓ કડાથી આગળ વધી રહ્યાં છે. પૂર્વીય દેશોમાં પુરુષોમાં ફ્લેક્સી બ્રેસલેટ સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ્સ પૈકી એક છે. જોકે, હજુ પણ ચેઈન બિઝનેસનો મોટો હિસ્સો ધરાવે છે પરંતુ હવે બ્રેસલેટના વેચાણમાં વધારો થયો છે, જે ઉત્પાદકોનું ધ્યાન ખેંચી રહ્યાં છે.
બીએસએમમાં ન્યુ બોર્ન બેબી અને બાળકો માટે કડાના ઓર્ડર રિપિટ થયા હતા તે પણ ધ્યાને લેવા જેવી બાબત છે.
ડિઝાઈનના નેરેટિવ્સ
પીજીઆઈ ઈન્ડિયાના બિઝનેસ ડિરેક્ટર પલ્લવી શર્માએ શેર કર્યું હતું કે, ડિઝાઈન ડિફરન્સિએશન એ અમારા ગ્રાહકો ખાસ કરીને ઝેડ જનરેશન તરફથી એક મોટી માંગ છે. તે માત્ર ટ્રેન્ડી બનવા વિશે જ નથી પરંતુ જે સ્ટોરી કહેવામાં આવે છે તે પણ મહત્વપૂર્ણ છે. કારણ કે પ્લૅટિનમ જ્વેલરી ભાવનાત્મક પળોની ઉજવણી માટે ખરીદવામાં આવે છે. તેથી હવે ઉત્પાદન અને ડિઝાઈન પ્રક્રિયામાં ઘણી બધી ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમારી ત્રણેય બ્રાન્ડમાં રોઝ ગોલ્ડના ઉપયોગ જેવા ઘણા બધા રંગનો ઉપયોગ કરાયો છે. તે અમને ગોલ્ડ સેક્શનમાં પ્રવેશવાનો અને ગ્રાહક સાથે વાત કરવાનો ફાયદો આપે છે.
અમે જે મોટા ટ્રેન્ડ્સ પર જ્વેલરીનું ઉત્પાદન કરી રહ્યા છીએ તેમાંથી એક જ્વેલરીની વૈવિધ્યતા એવી છે કે તેને પર્સનલાઈઝ્ડ કરી શકાય છે. પ્લૅટિનમ આ કેટેગરીમાં હવે પ્રવેશ કરી રહ્યું છે. કારણ કે ગ્રાહકો દરેક વખતે અલગ દેખાવા માંગે છે. અમે મોટી દેખાતી જ્વેલરીને જોઈ રહ્યા છીએ જે હજી પણ હળવા અને છટાદાર સંવેદનશીલતા સાથે પહેરવામાં સરળ છે. ચેઈનમાં અમે હોલો સાથે લેસર કટીંગ જોઈ રહ્યા છીએ. અમે ફૅન્સી આકારો સાથે કલર્ડ સ્ટોન તેમજ સિરામિક જેવી સામગ્રીની શોધ પણ કરી રહ્યા છીએ જ્યારે પીસીસના પ્રિમિયમ દેખાવ સાથે નાના રાખ્યા છીએ એમ શર્માએ ઉમેર્યું હતું.
અમારી લવ બેન્ડ અને મેન ઓફ પ્લૅટિનમ કેટેગરીની જ્વેલરી ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવામાં સફળ રહી છે. 2023માં ભારત માટે સૌથી મોટું ધ્યાન મહિલાઓ માટે સ્વ-ખરીદી સેગમેન્ટનું નિર્માણ કરવાનું છે. ત્યાં એક યુવાન ગ્રાહક કિંમતી, વ્હાઈટ જ્વેલરીની શોધી રહ્યાં છે જે દરરોજ અલગ ડિઝાઈનની ઓફર સાથે પહેરી શકાય છે. આ બજાર ખૂબ જ અવ્યવસ્થિત છે તેથી તેને યોગ્ય સ્થિતિની જરૂર છે.
વેચાણ વધારવા માટે યોગ્ય બ્રાન્ડિંગ
ઝૈરીન ફૈઝલ-ખુ, એંગ્લો અમેરિકન ખાતેના માર્કેટ ડેવલપમેન્ટ હેડ, પણ BSM ખાતે હાજર હતા. તેમણે નોંધ્યું હતું કે યોગ્ય બ્રાન્ડિંગ અને પોઝિશનિંગ ખરેખર પ્લૅટિનમના વેચાણ અને પ્લૅટિનમ માટેના એકંદર બજારને આગળ વધારી શકે છે. પ્લૅટિનમનો ઉપયોગ મેડિકલ, ઔદ્યોગિક અને ઓટોમોબાઈલ એપ્લિકેશન માટે થાય છે, જ્યારે પ્લૅટિનમ માર્કેટના વિકાસમાં જ્વેલરી ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હાલમાં જ્વેલરીનો હિસ્સો વાર્ષિક પ્લૅટિનમ વપરાશમાં 15 થી 30% જેટલો છે એમ જણાવતા ફૈઝલ-ખુએ કહ્યું કે, આ ટકાવારીને જોતાં કોઈને એવું લાગશે કે જ્વેલરી તેની ભૂમિકાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે અથવા નથી. વધુ અર્થપૂર્ણ અવલોકન એ ઐતિહાસિક પુરાવા છે કે જ્વેલરી ઉત્તેજનાને ખૂબ જ સારી રીતે પ્રતિસાદ આપે છે, અને તમે થોડા મહિનામાં પરિણામો જોઈ શકો છો. તે ખરેખર મહત્વપૂર્ણ છે કારણ કે માર્કેટિંગ અને બ્રાન્ડિંગ સાથે વધતી માંગની વિશાળ સંભાવના છે. બીજું, તમે તેને એવી રીતે પોઝિશન કરી શકો છો કે પ્લૅટિનમ જ્વેલરીને અન્ય જ્વેલરી અથવા અન્ય કોઈ લક્ઝરી પ્રોડક્ટ માટે વૉલેટના સમાન હિસ્સા સાથે હરીફાઈ ન કરવી પડે. જ્યારે આપણે આપણી ધાતુ માટે વિકાસશીલ બજારો જોઈએ છીએ, ત્યારે વિવિધતા ફક્ત તેના એપ્લિકેશનમાં જ હોવી જોઈએ. તે તેના વપરાશ અને ઉપયોગની પેટર્નમાં પણ છે.
જ્યારે પૂછવામાં આવ્યું કે શા માટે દક્ષિણ ભારત પ્લૅટિનમના શ્રેષ્ઠ ગ્રાહકો છે, ત્યારે બેનર્જીએ કહ્યું કે, ઐતિહાસિક રીતે દક્ષિણ ભારત અમારું ટેસ્ટીંગ માર્કેટ હતું. પ્લૅટિનમ કેટેગરી યુવા ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્લૅટિનમ યુવાનોને બ્રાન્ડ અનુભવ આપે છે. અમે જાણીએ છીએ કે દક્ષિણ ભારત ઉચ્ચ ગુણવત્તાના મટીરીલ્યનું મૂલ્ય જાણે છે. તમારી પાસે સૌથી મજબૂત રિટેલ બ્રાન્ડ્સ છે જે પ્લૅટિનમનો અનુભવ પ્રદાન કરે છે જે ગ્રાહકના વિશ્વાસમાં વધારો કરે છે. આમ કહીએ તો ઉત્તર ભારત પણ પાછળ નથી. શરૂઆતમાં પ્લૅટિનમની માંગ વધુ દક્ષિણમાં પ્રભુત્વ ધરાવતી હતી. હવે તે વાસ્તવમાં તદ્દન સંતુલિત છે. તમે જોશો કે દરેક દક્ષિણ રિટેલર નેશનલ ચેઈન બની ગયા છે અથવા જો તેઓ ન બન્યા હોય તો તેઓ તે દિશામાં આગળ વધી રહ્યાં છે એમ બેનર્જીએ સમજાવ્યું હતું. આ સાથે બેનરજીએ ઉમેર્યું કે પૂર્વ ભારત પણ વ્હાઈટ મેટલ માટે તૈયાર થઈ રહ્યું છે.
PGIના પાર્ટનર ચેઇન સ્ટોર્સની ટાયર 2 અને 3 શહેરોમાં વિસ્તરણથી પ્લૅટિનમ બ્રાન્ડ્સનું આકર્ષણ અને વિશાળ પ્રેક્ષકોને અનન્ય પ્લૅટિનમ અનુભવ મળ્યો છે. ટોચના રિટેલર્સ અને સ્વતંત્ર સ્ટોર માલિકોની ભાગીદારી સાથે BSM ઇવેન્ટ તેમના માટે ખૂબ જ અપેક્ષિત તહેવારોની સિઝન માટે વ્યૂહરચના બનાવવા અને તૈયારી કરવા માટે નિર્ણાયક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. પ્લૅટિનમના વેચાણની ગતિ વધતી જતી હોવાથી, રિટેલરો વધતી માંગને મૂડી બનાવવા અને ગ્રાહકોને દેશના વિવિધ પ્રદેશોમાં પ્લૅટિનમ જ્વેલરીની મનમોહક પસંદગી ઓફર કરવા માટે ઉત્સાહી છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM