DIAMOND CITY NEWS, SURAT
ડાયમંડ ટેક્નોલૉજીમાં વર્લ્ડ લીડર ગણાતી સરીન ટેક્નોલૉજીસે Rubel & Ménasché સાથે ભાગીદારી કરી છે, જે હાઈ એન્ડ જ્વેલરી માટે પ્રતિષ્ઠિત ફેંચ હાઉસ છે. આ ભાગીદારીનો હેતુ ઝવેરાત સેટિંગમાં મોટા પાયે ઉપયોગમાં લેવાતા સ્મોલ પણ કિંમતી સ્ટોન, મેલે ડાયમંડ્સ માટે એક નવી સીસ્ટમ જે સંપૂર્ણ ડેટા-બેક્ડ ચકાસી શકાય, શોધી શકાય તેવું સૉલ્યુશન માટેનો છે.
સરીનની સિદ્ધ કટિંગ સરફેસની ટ્રેસેબિલીટી ટેક્નોલૉજી સાથે Rubel & Ménaschéએ મેલે ડાયમંડને ટ્રેસ કરવાની ક્રાંતિકારી પધ્ધતિ શોધી કાઢી છે. જે ઇન્ડસ્ટ્રીમાં એક માઇલ સ્ટોન સાબિત થશે.
સરીન ટેક્નોલોજિસે એક નવી સિસ્ટમનું અનાવરણ કર્યું છે જે મેલે ડાયમંડના મૂળને શોધી કાઢે છે અને રફ અને પોલિશ્ડ ડાયમંડ વચ્ચેની કડી સ્થાપિત કરે છે.
ઇઝરાયેલ સ્થિત કંપનીએ તાજેતરમાં જણાવ્યું હતું નવી સીસ્ટમ જે સરીને ફ્રેંચ જ્વેલર Rubel & Ménasché સાથેની ભાગીદારીમાં બનાવી છે તે રફ સ્ટેજમાં હીરાને માપે છે અને તેને કટિંગ અને પોલિશિંગના તબક્કામાં અનુસરે છે.
કંપનીએ સમજાવ્યું કે, સરીન સૌપ્રથમ તેની ઓટોસ્કેન પ્લસ સિસ્ટમનો ઉપયોગ મોટા જથ્થામાં હીરા સાથે પાર્સલની નોંધણી કરવા માટે કરે છે, પછી ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન આયોજન અને ગુણવત્તા-નિયંત્રણ માપન કરે છે.
કંપનીએ Rubel & Ménasché ના સપ્લાયર્સમાંથી એક સાથે પાઇલોટ પ્રોજેક્ટ ચલાવ્યો હતો. જેમાં વિવિધ પ્રકારના હીરાના પ્રકારો અને કટિંગ પ્રક્રિયાઓમાં સોલ્યુશનની સંભવિતતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સરીને જણાવ્યું હતું કે આ પાયલોટ પ્રોજેક્ટમાં પુષ્ટિ થઇ છે કે સીસ્ટમ કોસ્ટ ઇફેક્ટીવલી મોટી સંખ્યામાં મેલેને ટ્રેસ કરી શકે છે.
Rubel & Ménasché ચીફ પ્રોડક્ટ ઓફિસર જોય લેગરે જણાવ્યું હતું કે, “સાયન્ટિફિક ટ્રેસેબિલિટી સોલ્યુશનનું લોન્ચિંગ મેલે ડાયમંડ માટે એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન છે. સરીન સાથેનો અમારો સફળ સહયોગ આનો પુરાવો છે, અને મને વિશ્વાસ છે કે તે ઉદ્યોગ પર ટ્રાન્સર્ફોમેટિવ ઇમ્પેક્ટ ઊભી કરશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM