DIAMOND CITY NEWS, SURAT
એશિયન બજારોમાં નરમાઈ અને એકંદર વેચાણમાં ઘટાડો થવા છતા જ્વેલરી બ્રાન્ડ રિચમોન્ટની પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવક વધી છે.
સ્વિસ લક્ઝરી ગ્રૂપ રિચમોન્ટે તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે 30 જૂનના રોજ પૂરા થયેલા ત્રણ મહિના માટે કાર્ટિયર, વેન ક્લીફ એન્ડ આર્પેલ્સ અને બ્યુકેલાટીનું વેચાણ વાર્ષિક ધોરણે 2 ટકા વધીને 3.66 બિલિયન યુરો (3.99 બિલિયન ડોલર) થયું છે.
કંપનીએ અવલોકન કરતા કહ્યું છે કે, અન્ય તમામ પ્રદેશોમાં, મુખ્યત્વે જાપાન અને અમેરિકામાં મજબૂતાઈએ મેઈનલેન્ડ ચાઈના તેમજ હોંગકોંગ અને મકાઉમાં વેચાણમાં થયેલા ઘટાડાને સરભર કરવામાં મદદ કરી છે.
રિચમોન્ટે કહ્યું છે કે, એક વર્ષ અગાઉના સમાન સમયગાળા સાથેની નબળી સરખામણીએ પણ એશિયા પેસિફિકમાં મંદીમાં ફાળો આપ્યો હતો. 2023ના સમાન સમયગાળામાં, કોવિડ-19 પછીના પુનઃપ્રાપ્તિ દરમિયાન આ પ્રદેશે આર્થિક પુનઃપ્રાપ્તિનો અનુભવ કર્યો હતો, ચીને બે આંકડામાં વૃદ્ધિ નોંધાવી હતી. હોંગકોંગ અને મકાઉમાં વેચાણ ત્રણ આંકડાની રેન્જમાં વધ્યું.
પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન જ્વેલરી રિચેમોન્ટનું ટોચનું પ્રદર્શન કરનાર વિભાગ હતું. છૂટક વેચાણમાં વૃદ્ધિ, જે જૂથના વેચાણમાં 69 ટકા હિસ્સો ધરાવે છે, તે મોટા ભાગે જ્વેલરી મેઇસન્સમાં વૃદ્ધિ દ્વારા સંચાલિત છે.
યુરોપ અને એશિયામાં ધીમા વેચાણને કારણે સ્પેશિયાલીસ્ટ વોચમેકર્સ ઉત્પાદકોના વેચાણમાં ઘટાડો થયો છે. આ સેગમેન્ટમાંથી વૈશ્વિક આવક જેમાં A. લેંગે અને સોહને, પિગેટ અને વચેરોન કોન્સ્ટેન્ટિન 14 ટકા ઘટીને 911 મિલિયન યુરો ($996.3 મિલિયન ડોલર) હતી.
ગ્રૂપની આવક, જેમાં જ્વેલરી, ફેશન, એસેસરીઝ અને ઘડિયાળોનો સમાવેશ થાય છે, તે 1 ટકા ઘટીને 5.27 બિલિયન યુરો (5.76 બિલિયન ડોલર) થઈ છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube