Rio Tinto workers killed in plane crash near Fort Smith
ફોટો : ડાયવિક હીરાની ખાણનું હવાઈ દૃશ્ય. (રિઓ ટિંટો)
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

કેનેડામાં રિયો ટિન્ટોની ડાયવિક ડાયમંડ માઈન જતા કર્મચારીઓ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માર્યા ગયા છે. તેઓ નાના પ્લેનમાં બેસી ડાયવિક માઈન તરફ જઈ રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી.

રિયો ટિન્ટોના સીઈઓના જણાવ્યા અનુસાર એક પ્લેન અમારી ડાયવિક માઈન તરફ જઈ રહ્યું હતું. તે પ્લેનની અંદર અમારા સંખ્યાબંધ કર્મચારીઓ હતા. પ્લેન ક્રેશ થતાં મોટી સંખ્યામાં કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે.

કંપનીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે પ્લેનમાં બેઠેલા 19 પૈકી કેટલાંક કર્મચારીઓના મોત થયા છે. એવી વિગતો બહાર આવી છે કે વિમાન ટેકઓફ થયું તેના થોડા સમય બાદ નોર્થ વેસ્ટ સ્ટેટમાં ફોર્ટ સ્મિથ નજીક ક્રેશ થઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે રિયો ટિન્ટો દૂર રહેતા અનેક કામદારોને રોજગારી આપે છે. આ કામદારો ખાણમાં શિફ્ટ અનુસાર કામ કરતા હોય છે. તે કામદારોને ખાણ સુધી લઈ જવા અને ત્યાંથી પાછા લાવવા માટે કંપની નાના પ્લેનનો ઉપયોગ કરે છે.

સ્ટોશોલ્મે કહ્યું કે, હું આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. અકસ્માત પીડિત કર્મચારીઓના પરિવારો, મિત્રો અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરવા માગું છે. એક કંપની તરીકે અમે આ સમાચારથી ખૂબ વ્યથિત થયા છે. અમે અમારા લોકો અને સમુદાયને સંપૂર્ણપણે મદદરૂપ થવા માગીએ છીએ. અમે તંત્ર સાથે નજીકથી કામ કરી રહ્યા છે અને ખરેખર શું થયું તે શોધવાના પ્રયત્નો કરી રહ્યાં છે.

નોર્થવેસ્ટ ટેરિટરીઝ પ્રિમિયર આરજે સિમ્પસને પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, ફોર્ટ સ્મિથ પાસે પ્લેન ક્રેશની બનેલી ઘટના પર હું ભારે હૃદયે દિલસોજી વ્યક્ત કરું છું. મૃતકોના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છે. આ ઘટનાની અસર સમગ્ર પ્રદેશ પર પડી છે. અમે આ દુર્ઘટનાના સંજોગોને સમજવાની કોશિશ કરી રહ્યાં છે. હું પ્રથમ પ્રતિસાદ આપનારાઓ અને બચાવ ટીમોનો હૃદયથી આભાર માનું છું.

તે સ્પષ્ટ નથી કે આ ક્રેશ ડાયમંડના ઉત્પાદન અથવા ડાયવિકના વેચાણને અસર કરશે કે કેમ?

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -SGL LABS