સંસ્થામાં રહીને સંસ્થાને બદનામ કરતા સભ્યો વિરુદ્ધ રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ કડક પગલાં લેવા જઈ રહ્યું છે. આરજેસીએ આવા સભ્યોને હાંકી કાઢવાનું મન બનાવ્યું છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં આરજેસીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર મેલાની ગ્રાન્ટે આ વિષય પર ચર્ચા કરતા કહ્યું હતું કે, ગયા વર્ષના અલરોસા વિવાદ બાદ કડક વલણ અપનાવવું જરૂર બન્યું છે.
મેલાનીએ કહ્યું કે, જો સભ્યો સંસ્થાને બદનામ કરે છે, તો અમે બોર્ડ તરીકે મત આપી શકીએ છીએ અને તેમને હાંકી કાઢી શકીએ છીએ. અમારે ગયા વર્ષે અલરોસાના વિવાદ વખતે જ આ કામ કરવાની જરૂર હતી પરંતુ અમારી પાસે તે કરવાની ક્ષમતા ન હતી. તેથી અમારે અમારા નિયમોમાં ફેરફાર કરવો પડ્યો અને તેના આધારે સભ્યપદ કરાર બદલવો પડ્યો છે.
યુક્રેનમાં રશિયાના યુદ્ધની શરૂઆત બાદ અલરોસાને સભ્યપદમાંથી બહાર કાઢવાના મામલે RJCની અસમર્થતાને લીધે ઘણા સભ્યો નારાજ થયા હતા અને સંસ્થા છોડવા મજબૂર બન્યા હતા, જેમાં કાર્ટિયર, પાન્ડોરા અને કેરિંગ જ્વેલરી બ્રાન્ડનો સમાવેશ થાય છે. આખરે રશિયા જેમાં 33 ટકા હિસ્સો ધરાવે છે તે અલરોસાની ડાયમંડ માઈનને આરજેસીએ સસ્પેન્ડ કરી હતી.
જોકે, ત્યાં સુધી ઘણું મોડું થી ગયું હતું. આ સમયગાળા દરમિયાન લગભગ 11 કંપનીઓએ આરજેસીનું સભ્યપદ છોડી દીધું હતું, જે પરત આવી નથી. ગ્રાન્ટે વધુમાં કહ્યું કે, મને 11 કંપનીઓ સાથે બેસીને વાત કરવાનું ગમશે અને અમે કેવી રીતે વિકસિત થયા છીએ અને અમે ભવિષ્યમાં કેવી રીતે સાથે મળીને કામ કરી શકીએ છીએ તે વિશે વાત કરવાનું પસંદ કરીશ.
જ્વેલરી સ્ટાઈલિશ અને લેખક જે જાન્યુઆરીમાં RJCમાં જોડાયા હતા તે પોડકાસ્ટ પર રેપાપોર્ટ એડિટર ઈન ચીફ સોનિયા એસ્થર સોલ્તાની અને ન્યૂઝ એડિટર જોશુઆ ફ્રીડમેન સાથે દેખાયા હતા. તેઓએ આરજેસીમાં ગ્રાન્ટના પ્રથમ છ મહિના, જૂથમાં નવીનતમ વિકાસ અને તેણી તેના મર્યાદિત ફાજલ સમય સાથે શું કરે છે તેની ચર્ચા કરી હતી.
આરજેસી લેબગ્રોન હીરા માટેના નિયમો મામલે પણ કામ કરી રહી છે, જે તેને આશા છે કે આવતા વર્ષે તૈયાર થઈ જશે, એમ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM