ચાલુ વર્ષના પહેલા 6 મહિનામાં દુબઇમાં રફ અને પોલિશ્ડ ટ્રેડમાં મોટો ઉછાળો

આ વૃદ્ધિના આંકડાઓ દ્વારા, DMCCએ હીરા અને કિંમતી સ્ટોન માટે વિશ્વના અગ્રણી વેપાર કેન્દ્ર તરીકે દુબઈની સ્થિતિને વધુ મજબૂત કરવાનું ચાલુ રાખ્યું છે.

Rough and polished trade in Dubai saw big jump in first six months of this year
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક હીરાની કિંમતો પર નીચે તરફના દબાણ છતાં UAEમાં રફ અને પોલિશ્ડ ટ્રેડ આ વર્ષના પ્રથમ છ મહિનામાં કૂલ 129 મિલિયન કેરેટ સુધી વધી ગયો છે.

દુબઈ ડાયમંડ એક્સચેન્જ (DDE) એ કહ્યુ કેતેણે આ સમયગાળા દરમિયાન 113.1 મિલિયન કેરેટ નેચરલ રફ અને 6.3 મિલિયન કેરેટ નેચરલ પોલિશ્ડ હીરા (કુલ 119.4 મિલિયન કેરેટ)નો વેપાર કર્યો હતો, જે ગયા વર્ષ કરતાં લગભગ 12 ટકા વધુ છે. જો કે, DDEએ ટ્રાન્ઝેક્શન પર ડોલરની કિંમત જાહેર કરી નથી.

DDEએ ગયા ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ વર્ષ 2022 માટે કૂલ રફ અને પોલિશ્ડ વેપાર 37.4 બિલિયન ડોલર હતો, જે પાછલા વર્ષની સરખામણીમાં 17 ટકાનો વધારો છે.

DDEમાં રફ અને પોલિશ્ડ લેબગ્રોનનો ટ્રેડ વાર્ષિક ધોરણે 51 ટકા વધીને પ્રથમ છ મહિનામાં 15.9 મિલિયન કેરેટ થયો છે, જે રફ અને પોલિશ્ડ, નેચરલ અને લેબગ્રોન બધુ મળીને 129 મિલિયન કેરેટ સુધી પહોંચી ગયો છે. DDEએ કહ્યું કે રફ લેબ ગ્રોનનો બિઝનેસ 62 ટકા વધ્યો છે.

DDEએ ભૂતકાળમાં દાવો કર્યો હતો કે તેણે એન્ટવર્પને પાછળ છોડીને રફ હીરા માટે વિશ્વભરમાં ટોચનું ટ્રેડિંગ સેન્ટર બની ગયું છે અને આગાહી કરી હતી કે તે પોલિશ્ડ હીરા માટે પણ આવું જ કરશે. એન્ટવર્પ હવે તેનો ડેટા પ્રકાશિત કરતું નથી, તેથી સીધી સરખામણી શક્ય નથી.

તાજેતરમાં પ્રકાશિત થયેલા અપડેટેડ રિપોર્ટમાં, દુબઈ મલ્ટી કોમોડિટી સેન્ટર (DMCC), ફ્રી ટ્રેડ ઝોન કે જેની અંદર DDE કાર્ય કરે છે, તેણે કહ્યું, આ વૃદ્ધિના આંકડાઓ દ્વારા, DMCC એ હીરા અને કિંમતી સ્ટોન માટે વિશ્વના અગ્રણી વેપાર કેન્દ્ર તરીકે દુબઈની સ્થિતિને વધુ મજબૂત કરવાનું ચાલુ રાખ્યું છે.

DMCCએ કહ્યું કે,તે હવે દુબઈમાં તમામ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) માં 15 ટકા હિસ્સો ધરાવે છે, જે ગયા વર્ષે 11 ટકા હતો, તેમજ અમીરાતના જીડીપીમાં 7 ટકા હતો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS