લુકાપાની લુલો ખાણમાંથી 203 કેરેટનો રફ ડાયમંડ મળ્યો

આ વર્ષે અત્યાર સુધીમાં તે 100 કેરેટથી વધુ કદનો ત્રીજો હીરો છે. ગયા મહિને ખાણ કંપનીએ 162.42 અને 116.14 કેરેટના બે હીરા શોધ્યા હતા.

ફોટો : 203-કેરેટનો રફ ડાયમંડ. (લુકાપા ડાયમંડ કંપની)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

લુકાપા ડાયમંડ કંપનીને અંગોલાની લુલો કાંપની ખાણમાંથી 203 કેરેટનો IIa પ્રકારનો રફ શોધી કાઢ્યો છે.

12 વર્ષ પહેલાં લુકાપાએ લુલોની ખાણમાં ખાણકામ શરૂ કર્યું હતું ત્યારથી અત્યાર સુધીમાં કંપનીને 5 મોટા કદના હીરા મળી આવ્યા છે. તાજેતરમાં 203 કેરેટનો હીરો મળ્યો તે પાંચમો મોટો હીરો છે. ખાણ કંપનીએ તેને પહેલાથી જ સાઈટ પર રન ઓફ માઈનના કલેક્શન ઓરની પ્રક્રિયામાંથી પ્રાપ્ત કર્યું છે.

આ વર્ષે અત્યાર સુધીમાં તે 100 કેરેટથી વધુ કદનો ત્રીજો હીરો છે. ગયા મહિને ખાણ કંપનીએ 162.42  અને 116.14 કેરેટના IIa પ્રકારના બે હીરા શોધ્યા હતા. તે આ મહિને કંપનીના સામાન્ય રન ઓફ માઈન વેચાણના ભાગરૂપે મોટી ઓફર કરાશે. જ્યારે નાની ટેન્ડર તરફ જશે.

કુલ મળીને લુકાપાએ 2012થી લુલો ખાણમાંથી 100 કેરેટથી વધુ વજનના 43 પત્થરો મેળવ્યા છે. ખાણ કંપની લેસોથોમાં ઊંચી કિંમતના મોથે ડિપોઝીટ તેમજ કેટલાંક સંશોધન પ્રોજેક્ટની પણ માલિકી ધરાવે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS