એક પ્રાચીન ૭.૫૮ કેરેટનો દુર્લભ સેફાયર ડાયમંડ પેરિસમાં યોજાયેલા ઓક્શનમાં અંદાજીત કિંમત કરતા ત્રણ ગણી કિંમતે વેચાયો છે. રાજવી પરિવારની મિલકત તરીકે ઓળખાતો આ સેફાયર ૧ મિલિયન ડોલરમાં વેચાયો છે.
ભૂરા રંગનો આ રૉયલ કુશન, બ્રિલિયન્ટ સ્ટેપ કટનો કાશ્મીરી જેમ ક્વોલિટીના ડાયમંડને ૧.૦૩ મિલિયન ડોલર કિંમત ઊપજી છે. આ અગાઉ આ ડાયમંડ માટે ૪,૩૬,૦૦૦ ડોલરની કિંમત અંદાજવામાં આવી હતી.
પેરિસ ખાતે યોજાયેલા ઓનલાઈન જોએલરી ઓક્શનમાં આ ડાયમંડ મુખ્ય આકર્ષણ હતું. તેણે કુલ ૧૨.૦૩ મિલિયન ડોલર ભેગા કરવામાં સફળતા મેળવી હતી. આ સ્ટોનને એસએસઈએફ દ્વારા ગ્રેડ સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે.
આ સ્ટોન હિમાલયના પવર્તોના અંતરિયાળ વિસ્તારોમાંથી મળી આવ્યો છે. તેના ગરમ થવાના કોઈ સંકેતો નથી. તેનો ભૂરા રંગ તરીકે ઉલ્લેખ કરાયો છે. ગુબેલિયન દ્વારા તેને ૮૯.૨ના એક્સેલેન્ટ રેટ દ્વારા વર્ગીકૃત કરાયો છે.
જોકે, ક્રિસ્ટીઝે એ જાહેર કર્યું નથી કે આ સ્ટોન કયા રાજવી પરિવારની માલિકીનો છે. પરંતુ બીજા ઘણા ૨૯.૬૦ કેરેટનો ફૅન્સી ઈન્ટેન્સ યલો ડાયમંડ જે ૫૭૭,૦૦૦ ડોલરમાં વેચાયો હતો તે પ્રિન્સ બાર્બુ એલેક્ઝાન્દ્રુ ઈ ટિર્બીના ફેમિલીના કલેક્શનમાંથી આવ્યો હતો. તે ૧૯૭૨માં રોમાનિયા કિંગડમના વડાપ્રધાન પણ રહી ચૂક્યા હતા.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM