DIAMOND CITY NEWS, SURAT
વેસુ ખાતે રહેતા અને મહિધરપુરામાં હિરાનો વેપાર કરતા વેપારીને રેપનેટ પર મુકેલો 4.55 કરોડની કિમતનો 10.08 કેરેટનો હીરો ખરીદવા માટે ઓફિસે બોલાવ્યા હતા. ઠગ હિતેશ પુરોહિતે ઓફિસમાં બેસાડી ક્યારે આ હિરો બદલી નાખ્યો તેની ખબર પડવા દીધી નહોતી અને ટોકનના પૈસા લઈને આવું કહીને કેબીનમાંથી નીકળી બાદમાં નાસી ગયો હતો. પાકીટમાર સ્ટાઇલથી હીરાની ઓફીસમાં ચોરી કરવામાં આવતા આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
વેસુ ખાતે વેસ્ટર્ન રેસીડેન્સીમાં રહેતા 54 વર્ષીય ચિરાગભાઈ ચંપકલાલ શાહ મહિધરપુરા ખાતે હીરા બજારમાં મહાવીર ચેમ્બર્સમાં હીરાનો વેપાર કરે છે. તેમને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં હિતેશભાઈ મનજીભાઈ પુરોહિત (દેવનિરંજની લખેલી બિલ્ડીંગમાં મહિધરપુરા હિરા બજાર) અને ઇશ્વર નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ચિરાગભાઈના પુત્ર અક્ષતના ઓળખીતા હીરા વેપારી ભરતભાઈ પ્રજાપતિએ રેપનેટ પર સર્ટીફાઈડ 10.08 કેરેટનો હીરો મૂક્યો હોવાનું કહ્યું હતું. આ હીરો ખોડલ જેમ્સના યોગેશભાઈ ગોરધનભાઈ કાકલોતરે મૂક્યો હતો. અક્ષત આ યોગેશભાઈનો ઓળખીતો હોવાથી તેમનો સંપર્ક કરીને આ હીરાની તેમની પાસે ડિમાન્ડ હોવાનું કહીને તે જાંગડ ઉપર મંગાવ્યો હતો.
બાદમાં હીરા દલાલ સનીભાઈ, મિલનભાઈ તથા ભરતભાઈ પિતા પુત્રને મહિધરપુરા ખાતે આરોપી હિતેશ પુરોહિતની ઓફિસે લઈ ગયા હતા. જ્યાં તેમની વચ્ચે હીરાનો સોદો થયો હતો. પરંતુ પેમેન્ટ બીજા દિવસે કરવાનું કહેતા તેમને હીરો લઈને પરત મૂળ માલિકને આપી દીધો હતો.
24 જુને સનીભાઈએ ફોન કરીને વેપારી હીતેશભાઈની ઓફિસે હિરો લઈને બોલાવ્યા હતા. હીરો જોઈને સીવીડી ચેક કરાવી સીલ મારી પેમેન્ટ ચૂકવી આપવાની વાત કરતા બીજા દિવસે ફરી હીરો મૂળ માલિક મિલનભાઈ સુરડકર પાસેથી જાંગડ પર મંગાવ્યો હતો. ત્યારે હિતેશભાઈએ હીરો થોડીવાર તેમના હાથમાં રાખીને ટોકન તરીકે દસ લાખ આપવાનું કહ્યું હતું.
હીરો ટેબલ પર મુકી સેફમાંથી રૂપિયા લેવા જવાનું કહીને કેબીનમાંથી નીકળ્યા હતા. ત્યારે અક્ષતે આ હીરો તેમનો નહી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેમને હિતેશભાઈને ફોન કરતા થોડીવારમાં આવવાનું કહીને પછી ફોન બંધ કરી નાસી ગયા હતા. આશરે 4.55 કરોડની કિંમતનો હિરો લઈને હિતેશભાઈ પુરોહિત અને હીરો ત્યાં મુકીને જનાર ઇશ્વરની સામે ફરિયાદ નોંધાવી છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp