હથિયારોની ટેક્નોલૉજી ખરીદવા રશિયા ડાયમંડનો ઉપયોગ કરી રહ્યું છે, એક ન્યૂઝ વેબસાઇટનો દાવો

છેલ્લા ફેબ્રુઆરીથી યુદ્ધમાં ઉપયોગમાં લેવાતી મિસાઈલો અને ડ્રોન બનાવવા માટે માઇક્રોચિપ્સ, વિશિષ્ટ સાધનો અને અન્ય મુખ્ય ઘટકોની સખત જરૂર છે.

Russia is using diamonds to buy weapons technology, claims a news website
Courtesy : Alrosa
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

નાણાકીય સમાચાર વેબસાઇટ ઇનસાઇડર દ્વારા ટાંકવામાં આવેલા નિષ્ણાતના જણાવ્યા અનુસાર, રશિયા યુક્રેનમાં યુદ્ધ માટે હથિયારોની ટેકનોલોજી ખરીદવા માટે રોકડ અને ડાયમંડ બેગનો ઉપયોગ કરી રહ્યું છે.

અમેરિકાના કેલિર્ફોનિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સ્થિત અને રશિયન પ્રતિબંધો માટેના ઇન્ટરનેશનલ વર્કીંગ ગ્રુપના સભ્ય Pavlo Verkhniatskyiનું માનવું છે કે, રશિયા તુર્કી અને સંયુક્ત આરબ અમીરાતમાં ઇન્ટરમીડિયેટ એકાઉન્ટ્સ અને કઝાકિસ્તાન અને આર્મેનિયામાં શેલ કંપનીઓનો ઉપયોગ કરીને બેંકિંગ પ્રતિબંધોને અટકાવે છે.

તેમણે યુક્રેન સરકારના સૂત્રોને ટાંકીને કહ્યું કે, એવી પણ માહિતી છે કે રશિયનો પ્રતિબંધિત વસ્તુઓની પેમેન્ટ મેથડ માટે ડાયમંડ્સનો ઉપયોગ કરે છે.

તેમણે કહ્યું કે “શેલ કંપનીના પ્રતિનિધિઓ સપ્લાયરોને રોકડ અથવા અન્ય કિંમતી ચીજવસ્તુઓથી ભરેલા સૂટકેસ” આપી રહ્યા છે.

રશિયાને છેલ્લા ફેબ્રુઆરીથી યુદ્ધમાં ઉપયોગમાં લેવાતી મિસાઈલો અને ડ્રોન બનાવવા માટે માઇક્રોચિપ્સ, વિશિષ્ટ સાધનો અને અન્ય મુખ્ય ઘટકોની સખત જરૂર છે.

ઇનસાડરે જણાવ્યું છે કે બ્રિટનમાં રશિયન એમ્બેસીએ ટિપ્પણી માટેની વિનંતીઓનો જવાબ આપ્યો ન હતો

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS