રશિયા અને બેલારૂસની સરકારો નિકાસના માળખાને સુવ્યવસ્થિત કરવા માટે આવનારા વર્ષની શરુઆતમાં એક આંતરરાષ્ટ્રીય ઓનલાઈન જ્વેલરી માર્કેટ પ્લેસ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.
રશિયાના એક ન્યુઝપેપરના રિપોર્ટ અનુસાર યુરેશિયન ડેવલપમેન્ટ બૅન્ક સાથે મળીને કઝાકિસ્તાનની મુખ્ય કચેરી આ બંને દેશો પ્રોજેક્ટ હાથ ધરશે. આ પ્રોજેક્ટ હેઠળ જાન્યુઆરીમાં કામ શરૂ થઈ ગયું હતું, જે માર્ચ 2024માં લૉન્ચ થાય તેવી શક્યતા છે.
યુનાઈટેડ આરબ અમીરાત, વિયેતનામ, થાઈલેન્ડ અને ચીન એ પ્રાથમિકતા ધરાવતા દેશો છે જ્યાં રશિયા અને બેલારુસની સરકારો નિકાસ વધારવાનો ટાર્ગેટ ધરાવે છે. કિંમતી ધાતુઓ અને કિંમતી પત્થરોના ઉદ્યોગની નિકાસ વધે તે માટે બંને દેશોની સરકારો કટિબદ્ધ હોવાનું રશિયાના રાજ્ય નિયમન વિભાગના ડિરેક્ટર યુલિયા ગોંચરેન્કોએ જણાવ્યું હતું.
એક નિવેદનમાં રશિયાના નાણામંત્રાલયે જાહેર કર્યું હતું કે સરકાર નિકાસ વધારવા માટે એક માળખું વિકસાવ્યું છે. ગોંચરેન્કોએ યુરેશિયન કોંગ્રેસમાં આ બાબતને સંબોધિત કરી હતી. જે યુરેશિયન ડેવલપમેન્ટ બેન્કે તે મહિને રશિયાના સોચીમાં આયોજિત કરી હતી. ત્યાં ગોંચરેન્કોએ વિસ્તારપૂર્વક નવા નિકાસ માળખા અંગે જાણકારી આપી હતી.
ગોંચરેન્કોએ ઇવેન્ટમાં જણાવ્યું હતું કે, વર્તમાન કાયદામાં સુધારાઓ પર હાલમાં કામ કરવામાં આવી રહ્યું છે. અમે (રશિયા અને બેલારુસની સરકારો) એકસાથે ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી રહ્યાં છે. અમે એક માળખું બનાવી રહ્યા છીએ. ઉપરાંત અમે ઘરેણાંની નિકાસ માટે સિસ્ટમને સરળ બનાવી રહ્યા છીએ.
યુરેશિયન ઇકોનોમિક યુનિયન જેમાં રશિયા, બેલારુસ, કઝાકિસ્તાન, કિર્ગિઝ્સ્તાન અને આર્મેનિયાનો સમાવેશ થાય છે. આ સંગઠનમાં લગભગ 6,000 જ્વેલરી ફેક્ટરીઓનો સમાવેશ થાય છે એમ ગોંચરેન્કોએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, આ એકમોએ 2022માં લગભગ 1.6 બિલિયન ડોલરના દાગીનાનું ઉત્પાદન કર્યું હતું.
જોકે, વિશ્વ બજારમાં ફેક્ટરીઓનું વ્યાપકપણે પ્રતિનિધિત્વ થતું નથી એમ જણાવતા ગોંચરેન્કાએ વધુમાં કહ્યું કે, પ્લેટફોર્મ એ તેને સંબોધવાનો તેમજ વિદેશી દેશોમાં મોકલવાનું સરળ બનાવવાનો એક માર્ગ છે. આ પગલું રશિયન ઉત્પાદનો પરના વ્યાપક પાશ્ચાત્ય પ્રતિબંધો વચ્ચે આવ્યું છે જેણે દેશની સોના, હીરા અને અન્ય મૂલ્યવાન વસ્તુઓની નિકાસને અસર કરી છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM