DIAMOND CITY NEWS, SURAT
જી-7 દેશોના સંગઠન અને યુરોપીયન યુનિયન તરફથી કડક પ્રતિબંધોનો સામનો કરી રહેલી રશિયાની અલરોસા ખાણમાંથી નીકળતા રફ ડાયમંડનો એક મોટો હિસ્સો ખરીદવા રશિયાના નાણામંત્રાલયે તૈયારી દર્શાવે છે. આ મામલે બંને પક્ષે એક સોદો થયો છે.
માર્ચ મહિનામાં ગોખરાને માઈનર પાસેથી તેની પહેલા રફના લોટની ખરીદી કરી હતી, જેમાં તેના સમગ્ર ઉત્પાદન કટનો સમાવેશ થતો હતો. એવી પણ શક્યતા છે કે ગોખરાન વર્ષ દરમિયાન અલરોસા પાસેથી નિયમિતપણે રફની ખરીદી કરતું રહેશે.
ગોખરાન કેટલી ખરીદી કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા જાહેર કરાઈ નથી. 2009ની આર્થિક કટોકટી દરમિયાન ધીમી માંગ હતી ત્યારે મંત્રાલયે અલરોસા પાસેથી 100થી 200 મિલિયન ડોલરથી વધુની ખરીદી કરી હોવાનું માનવામાં આવે છે.
વર્ષ 2020માં અલરોસા કિંમતી ધાતુઓ અને રત્નોના ભંડારમાં આશરે 1.7 બિલિયનનું વેચાણ કરવા માટે વાટાઘાટ કરી રહી હતી. કિંમતી ધાતુઓ અને પત્થરોની ખરીદી માટે 2024ની બજેટ મર્યાદા અનુસાર ગોખરાન માત્ર 51.5 બિલિયન ડોલર સુધીની ખરીદી કરી શકે છે એમ ન્યુઝ એજન્સી ઈન્ટરફેક્સે નોંધ્યું છે. મહિનાની શરૂઆતમાં યુએસ, યુકે અને યુરોપિયન યુનિયનએ રશિયન રફ પર કડક પ્રતિબંધો જારી કર્યા છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp