Russias AGD found 52-carat diamond
ફોટો સૌજન્ય : AGD ડાયમંડ્સ
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

પ્રતિબંધનો સામનો કરી રહેલા રશિયન માઇનર AGD ડાયમન્ડ્સે તેના 2024ના પ્રથમ “એકસ્ટ્રા લાર્જ” 52.47 કેરેટ જેમ ક્વોલિટી ડાયમંડની જાહેરાત કરી છે.

AGB ગ્રીબ ડાયમંડ પાઇપમાંથી ડાયમંડ્સનું ઉત્પાદન કરે છે, જેનું નામ રશિયન જીઓલોજિસ્ટ (ભૂસ્તરશાસ્ત્રી) વ્લાદિમીર ગ્રીબના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે ઉત્તર-પશ્ચિમ રશિયામાં Arkhangelskથી 130 કિમી દૂર છે.

જ્યારે યુક્રેન પરના આક્રમણનો અમેરિકાએ પ્રતિસાદ આપ્યો ત્યારે તેની બેલ્જિયમ સ્થિત પેટાકંપની, ગ્રીબ ડાયમંડ્સ પર પ્રતિબંધ હતો.

રશિયામાં અલરોસા પછી બીજા નંબરની સૌથી મોટી માઇનર કંપની ADGએ જણાવ્યું હતું કે, 2014માં માઇન દ્વારા કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થયું ત્યારથી આ પથ્થર 43મો વધારે મોટો ડાયમંડ (+50 સેન્ટિમીટર) છે. તેને હળવા લીંબુ પીળા રંગ સાથે ઓક્ટાહેડ્રોન તરીકે વર્ણવવામાં આવ્યું.

ADGએ રશિયન સમાચાર એજન્સી તાસને કહ્યું કે, અમે તમામ મોટા હીરાને નામ આપીએ છીએ તેમ અમે ચોક્કસપણે તેને એક નામ આપીશું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DEEP SEA ELECTROTECH