DIAMOND CITY NEWS, SURAT
ગઈ તા. 21મી એપ્રિલ 2023ના રોજ સેફ્રોન આર્ટની ફાઇન જ્વેલ્સ અને સિલ્વરની ઓનલાઈન હરાજી પુરી થઈ. આ હરાજીમાં પરંપરાગત અને નવા ટ્રેન્ડ અનુસારની ડિઝાઈનર જ્વેલરી તેમજ અનોખી ભારતીય કારીગરી દર્શાવતા ચાંદીના વાસણોનું કલેક્શન રજૂ કરવામાં આવ્યું હતું. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. અપેક્ષા કરતા હરાજીમાં સારું વેચાણ થયું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
હરાજી અંગે વાત કરતા સેફ્રોન આર્ટના પ્રેસિડેન્ટ અને કો ફાઉન્ડર મિનલ વઝીરાનીએ કહ્યું કે, અમને એ જોઈને આનંદ થયો કે કલેક્ટર્સ આ હરાજીમાં કાર્ટિયર દ્વારા વેચવામાં આવેલા ઐતિહાસિક, દુર્લભ અને આઇકોનિક, રૂબી, પર્લ અને ડાયમંડ બ્રેસલેટ જેવા સ્ટોન્સમાં ઊંડો રસ દાખવ્યો. સેફ્રોન આર્ટ દ્વારા ભારતના ઝવેરાતના સમૃદ્ધ વારસા પર આધારિત હરાજીમાં ખૂબ જ કાળજી પૂર્વક ક્યુરેટેડ ઓક્શન, વિન્ટેજ અને નવા ટ્રેન્ડ અનુસારની જ્વેલરીને રજૂ કરવામાં આવી હતી, જે બજારની માંગને અનુરૂપ હતી. સાંસ્કૃતિક વારસાની જાળવણીની સાથે જ્વેલરી કલેક્શન ભેગા કરવાનો હેતુ કળાની પ્રશંસા કરવાનો રહ્યો છે. કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે અમે આતુર છીએ.
ચાર રુબી કેબોચન્સ અને ચાર ગોળાકાર માણેકના ક્લસ્ટરનો સમાવેશ કરતું બ્રેસલેટ પેવ-સેટ ઓપનવર્ક ચારેબાજુ, બંને બાજુએ ત્રણ-સ્તરીય ગોળાકાર કેપ સાથે જોડાયેલ છે જે આગળ રુબી અને પર્લ સ્ટ્રેન્ડના સમૂહને જોડે છે. ‘કાર્ટીયર પેરિસ’ દ્વારા સિગ્નેચર કરાયા છે.
આ ઓક્શનમાં સૌથી વિશેષ એક સ્ટોન રહ્યો હતો, જે ઈન્ટરનેશનલ ડિઝાઈનરો સાથે ભારતીય રોયલ્ટી વચ્ચેનાના વ્યવહારના સમૃદ્ધ ઈતિહાસને ઉજાગર કરે છે. એક આર્ટ ડેકો ડિઝાઈન, રૂબી, પર્લ અને ડાયમંડ બ્રેસલેટ, કાર્ટિયર દ્વારા રૂ. 338.04 લાખમાં (46,390 ડોલર) વેચાયો. આ સ્ટોનની કિંમત 12,200 થી 18,295 ડોલર આંકવામાં આવી હતી, જેના કરતા બમણી રકમ મળતા હરાજીના આયોજકો ખુશ છે. પટિયાલાના શાહી પરિવારે આ ઉત્કૃષ્ટ બ્રેસલેટ બનાવવા માટે કાર્ટિયરને કામગીરી સોંપી હતી. તે મધુ નંદિની (મહારાજા ભૂપિન્દ્ર સિંહની પૌત્રી)ને તેમના 70માં જન્મદિવસે તેમની માતા રાજમાતા યદુનંદન કુમારી તરફથી ભેંટ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત હરાજીમાં એમરાલ્ડ અને ડાયમંડ રિંગનું કલેક્શન પણ રજૂ કરવામાં આવ્યો હતો, જે 22.8 લાખ (27,805 ડોલર)માં વેચાયો હતો, જેને પાછલા 24,395 ડોલરના અંદાજને વટાવી ગયો હતો.
બે અર્ધચંદ્ર આકારના હીરાથી ઘેરાયેલા 8.18 કેરેટ કુશન કટ નિલમણીનો સેટ. તે સફેદ અને પીળા સોનામાં માઉન્ટ કરાયેલો છે.
એક અદ્દભૂત પામ ટ્રી ડાયમંડ એરિંગ્સની જોડી આ હરાજીમાં 14.4 લાખ (17,561 ડોલર)માં વેચાઈ હતી જ્યારે ડાયમંડ એરિંગ્સની અન્ય એક જોડી 10.2 લાખ (12,439 ડોલર)માં વેચાય છે, જે અંદાજીત કિંમત કરતા ઘણી ઊંચી કિંમત છે.
તાડના વૃક્ષથી પ્રેરણા લઈને આ અનઈવન ઝૂમકા, શૂળ સેટિંગના માર્કિઝ કટ હીરાનું એક કલેક્શન રજૂ કર્યું હતું, જે એક ટેપરિંગ ગોલ્ડ રોડનો વિસ્તાર કરે છે. જે મોટાથી નાના આકારમાં નીચેની તરફ આગળ વધે છે. જે એક લચીલા સોનાની ચેનમાં પૂરું થાય છે. હીરા પણ ટોચ પર રંગ વિના વર્ગીકૃત થાય છે. જે ટર્મિનલની તરફ પીળા રંગોમાં આગળ વધે છે, જ્યાં વધુ રંગહીન હીરા ગુલાબ આકારના સોનામાં પીળા રંગના હીરા પીળા સોનામાં જડવામાં આવ્યા છે.
હરાજીમાં અસાધારણ ચાંદીના વાસણોને પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જે મૂળ સજાવટના મિશ્રણને દર્શાવે છે અને તેમ છતાં તે વિશિષ્ટ રૂપે ભારતીય બની રહે છે.
સિલ્વર સોલ્ટશેકર્સની એક જોડી જેમાં જિટલ રિયોઝ વર્ક અને પાંદડાવાળી પેટર્ન જોવા મળે છે. ત્રણ ફૂટ પર બેઠેલા અને નીચે ઓએમનો સિમ્બોલ હોય છે.
તેની અનોખી ડિઝાઈનના લીધે હરાજીમાં ચાંદીના વાસણના કલેક્શનની સારી માંગ રહી હતી. ઓમર્સી માવજી દ્વારા ટૂ સોલ્ટ શેકર્સના એક સિલ્વર સેટને 2.04 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યો હતો, જે તેની અંદાજીત કિંમત કરતા ચાર ગણી વધારે હતી. ચાંદીના એક પાણી ભરવાના વાસણને 3.84 લાખમાં વેચવામાં આવ્યો હતો. તે જ પ્રમાણે એક ચાંદીના પ્લાંટને તેની અંદાજિત કરતા બમણી કિંમતમાં રૂપિયા 3.6 લાખમાં વેચવામાં આવ્યો હતો.
એક અદ્દભૂત કચ્છી ચાંદીના પાણીના પોટને જટિલ ફોલિએટ ચેઝિંગથી શણગારવામાં આવ્યો છે. તેના હેન્ડલને ટ્વીસ્ટ ઓપન ઢાંકણ અને કપથી શણગારવામાં આવ્યો છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM