આર્થિક અનિશ્ચિતતા વચ્ચે એપ્રિલમાં યુએસ રિટેલ માર્કેટમાં સેલ્સના આંકડા પોઝિટિવ રહ્યાં

નેશનલ રિટેલ ફેડરેશન (NRF) એ તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, યુએસ રિટેલ વેચાણ એપ્રિલ 2023માં બાઉન્સ બેક થયું હતું.

Sales figures in the US retail market remained positive in April amid economic uncertainty
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

આર્થિક અનિશ્ચિતતા વચ્ચે યુએસના રિટેલ માર્કેટમાં એપ્રિલ મહિનો સારો રહ્યો હતો. સંભવિત મંદીની ધારણા રાખી રિટેલર્સ દ્વારા સ્પર્ધાત્મક ભાવોમાં ચીજવસ્તુઓ વેચવા માટે મુકવામાં આવી હતી, જેના લીધે ગ્રાહકોને નીચી કિંમતમાં ખરીદી કરવાની તક મળી હોય બજારોમાં ગ્રાહકો સારી એવી સંખ્યામાં જોવા મળ્યા હતા. એકંદરે એપ્રિલનો મહિનો યુએસના રિટેલ માર્કેટ માટે પોઝિટિવ રહ્યો હતો.

નેશનલ રિટેલ ફેડરેશન (NRF) એ તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, યુએસ રિટેલ વેચાણ એપ્રિલ 2023માં બાઉન્સ બેક થયું હતું, જે માસિક અને વાર્ષિક ધોરણે સારી વૃદ્ધિ થતી હોવાનું દર્શાવે છે. સંસ્થાએ આ પોઝિટિવ ટ્રેન્ડને ચાલુ આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ગ્રાહકોની માંગને આભારી ગણાવ્યો છે.

NRF ના પ્રમુખ અને CEO મેથ્યુ શેએ આ મામલે કહ્યું હતું કે, એપ્રિલ 2023માં  રિટેલ વેચાણમાં વધારો થયો હતો. અમેરિકન બજારોમાં આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ગ્રાહકોના પોઝિટિવ વલણને તે પ્રતિબિંબિત કરે છે.  સતત લેબર માર્કેટની મજબૂતાઈ, ભાવમાં ઘટાડા અને કામદારોને મળતા વેતન લાભોના લીધે ગ્રાહકોની ખરીદીની ક્ષમતા વધી છે, જેની સકારાત્મક અસર બજાર પર જોવા મળી છે. આર્થિક અનિશ્ચિતતા વચ્ચે પણ આ પોઝિટિવ ટ્રેન્ડના લીધે યુએસના રિટેલ માર્કેટને એપ્રિલમાં ફાયદો મળ્યો હોવાનું જણાય છે.

જો કે, ગ્રાહકો વર્તમાન આર્થિક વાતાવરણ વિશે સાવચેત અને ચિંતિત પણ છે. તેઓ આડેધડ ખર્ચ કરી રહ્યાં નથી, પરંતુ જરૂરિયાત હોય ત્યાં ખર્ચ કરતા અટકી પણ રહ્યા નથી. ગ્રાહકો રિટલ ખર્ચ પ્રત્યે સંવેદનશીલ જણાઈ રહ્યાં છે. રિટેલર્સ દ્વારા આકર્ષક ઓફરોના લીધે ગ્રાહકોને તેમનું બજેટમાં વધારવામાં મદદ મળી છે. બજારમાં રિટેલર્સ વચ્ચે ચાલતી સ્પર્ધાના પગલે ગ્રાહકોને સ્પર્ધાત્મક કિંમતો પર ચીજવસ્તુ ખરીદવાની તક મળી જેના લીધે મોટી સંખ્યામાં ગ્રાહકો બજારમાં ઉમટ્યા હતા, તેની સારી અસર એપ્રિલ મહિનામાં યુએસના રિટેલ માર્કેટમાં જોવા મળી છે.

NRFના મુખ્ય અર્થશાસ્ત્રી જેક ક્લીનહેન્ઝે કહ્યું કે ગ્રાહકો એપ્રિલમાં રોકાયેલા હતા પરંતુ તેમ છતાં તેમની ખરીદીની ટેવમાં પસંદગીયુક્ત અને ભાવ-સંવેદનશીલ હતા. તેમણે સમગ્ર વર્ષ દરમિયાન ખર્ચમાં સાધારણ લાભની અપેક્ષા વ્યક્ત કરી હતી. ક્લીનહેન્ઝે એ પણ જણાવ્યું  કે વર્ષ-દર-વર્ષ વૃદ્ધિ ધીમી પડી હતી, આંશિક રીતે ગયા વર્ષના ડેટામાં ઉપરના સુધારા અને ધિરાણની સ્થિતિ કડક થવાના પ્રારંભિક સંકેતો અને વધારાની બચતમાં ઘટાડો થયો હતો.

યુ.એસ. સેન્સસ બ્યુરો અનુસાર, એપ્રિલમાં એકંદર છૂટક વેચાણ માર્ચની સરખામણીમાં 0.4% વધ્યું અને પાછલા વર્ષના માર્ચની સરખામણીમાં 1.6% વધ્યું હતું.  વેચાણમાં મહિના-દર-મહિનામાં 0.7%નો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ તેમ છતાં વાર્ષિક 2.4% નો વધારો જોવા મળ્યો હતો.

NRF ની રિટેલ વેચાણની ગણતરી, જેમાં ઓટોમોબાઈલ ડીલર્સ, ગેસોલિન સ્ટેશનો અને રેસ્ટોરન્ટને કોર રિટેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બાકાત રાખવામાં આવ્યા છે.  માર્ચની સરખામણીમાં એપ્રિલમાં 0.6% વધારો થયો જે વાર્ષિક 2% નો વધારો દર્શાવે છે. માર્ચમાં, વેચાણ દર મહિને 0.7% ઘટ્યું હતું પરંતુ વર્ષમાં 3.4% વધ્યું હતું. NRF ના આંકડા એપ્રિલના ત્રણ મહિનાની મૂવિંગ એવરેજના આધારે વાર્ષિક  3.7% નો વધારો દર્શાવે છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant