રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે દિવસથી અમેરિકા સહિતના યુરોપીયન દેશો રશિયા સામે પ્રતિબંધો લાદવા માટે ઉધામા કરી રહ્યાં છે. રશિયાની અલરોસા માઈનમાંથી નીકળતા ડાયમંડ પર પ્રતિબંધો લાદવાના પણ અનેકો પ્રયાસ થયા છે પરંતુ હજુ સુધી ડાયરેક્ટ કોઈ એવા પગલાં લેવાયા હોઈ તેવું ધ્યાન પર નથી ત્યારે હવે અલરોસા સાથે સંકળાયેલા અધિકારીઓ પર કાર્યવાહી શરૂ કરાઈ છે. તાજેતરમાં અલરોસાના સીઈઓ પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
યુક્રેનમાં રશિયાની ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીને રોકવાના પ્રયાસરૂપે યુનાઇટેડ સ્ટેટ્સે રશિયાની લશ્કરી ક્ષમતાઓ ઉર્જા પ્રોજેક્ટ્સ અને નાણાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને સંસ્થાઓ પર વધારાના પ્રતિબંધો લાદ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા રશિયામાં આવેલી ડાયમંડ માઈનીંગની જાયન્ટ કંપની અલરોસાના CEO પાવેલ અલેકસેવિચ મેરિનીચેવ પર પ્રતિબંધોમાં આવરી લેવાયા છે.
એક્ઝિક્યુટિવ ઓર્ડર 14024 હેઠળ અધિકૃત કરાયેલા પ્રતિબંધોનો હેતુ રશિયાની સૈન્ય ક્ષમતાઓને અધોગતિ કરવાનો તેમજ ભાવિ ઉર્જા પ્રોજેક્ટ્સમાંથી તેની આવક ઘટાડવાનો અને સંવેદનશીલ સામગ્રીની ખરીદીમાં રશિયાને મદદ કરનારાઓને ટાર્ગેટ બનાવીને પ્રતિબંધોને અમલમાં નહીં લાદવા દેતાં તત્વોને દૂર કરવાનો છે. વધુમાં યુ.એસ. તેની સૈન્ય કાર્યવાહીને ટેકો આપવા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય સિસ્ટમના રશિયાના ઉપયોગને રોકવા માટે કામ કરી રહ્યું છે.
PJSC અલરોસાના CEO તરીકે મેરિનીચેવની ભૂમિકાને કારણે પ્રતિબંધો હેઠળ તેમને આવરી લેવાયા છે. અલરોસા એ રશિયન સરકારની બહુમતી માલિકીની હીરાની ખાણકામ કંપની છે અને યુક્રેનમાં રશિયાની ક્રિયાઓમાં તેની સંડોવણી માટે તપાસ હેઠળ છે. તેમની સંપત્તિ અથવા કંપની સાથે સંકળાયેલા તમામ વ્યવહારોને નિયંત્રિત કરાયા છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM