કુદરતી હીરાના ગ્રાહકોનો વિશ્વાસને મજબૂત કરવા માટે ડાયમંડ જર્ની વેબસાઈટ દ્વારા એજ્યુકેશનલ રિસોર્સીસની સાથે સેલ્સ ટુલ્સની મદદ પુરી પાડવામાં આવશે. આ વેબસાઈટના ડિસ્પ્લેને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે જેથી ખાણથી માંડીને હીરો ગ્રાહક સુધી પહોંચે તેના રૂટને દર્શાવે છે અને તેની સાથે જ હીરાની વિશ્વસનીયતા તથા ટકાઉપણાની સંપૂર્ણ માહિતી ગ્રાહકને પુરી પાડે છે.
આ મહાકાવ્ય સમાન યાત્રા માત્ર હીરાને પૃથ્વીના પેટાળમાંથી કાઢવામાં આવ્યા તેની જ માહિતી પૂરી પાડતી નથી પરંતુ વાસ્તવિક જીવનમાં તેની પાછળની સ્ટોરી પણ બ્યાન કરે છે અને રફ ડાયમંડને ચમકદાર પોલિશ્ડ હીરો બનાવવાની સંપૂર્ણ સફરને સ્ટોરીરૂપે જણાવે છે.
વન્યજીવો અને પર્યાવરણની રક્ષાથી માંડીને ઉપેક્ષિતોને તક પૂરી પાડવા માટે સ્થાનિક સમુદાયોની પ્રગતિ જેવી બાબતોની પણ વેબસાઈટમાં ઝલક જોવા મળે છે. જે દર્શાવે છે કે હીરા ઉદ્યોગના મૂળિયા કેટલાં ઊંડા છે. આ માહિતી દર્શાવવાનો હેતુ હીરા ઉદ્યોગ પ્રત્યે વિશ્વાસને મજબૂત બનાવાનો છે.
સરીન ટેક્નોલોજીના સીઈઓ ડેવિડ બ્લોકના જણાવ્યા અનુસાર, “ચાર વર્ષ પહેલાં તેઓએ ટેક્નોલોજી આધારિત વિશ્વસનીયતાના બીજ રોપ્યા હતા. તેમજ જાહેરાતોને બદલે જોઈ, તપાસી શકાય તેમજ ઈન્ડીવિઝ્યુલ સ્વતંત્ર ડેટાના આધારે હીરાને ટ્રેક કરવા સક્ષમ બનાવાય તેવી ક્રાંતિનું નેતૃત્વ કર્યું હતું.”
ડેવિડ બ્લોકે કહ્યું કે, “અમારા નવી ડાયમંડ જર્ની ડિજીટલ રિપોર્ટ અને ઈન્ટરેક્ટિવ સેલ્સ ટૂલ્સની મદદથી ખાણથી ગ્રાહક સુધીની હીરાની સફરને વિશ્વસનીય તથા જીવંત બનાવે છે. આ વેબસાઈટ ખાણમાંથી નીકળેલા રફ પત્થરની પોલિશ્ડ સુધીની આખી સફરને દર્શાવે છે.”
ડેવિડ બ્લોક કહે છે કે, “મને વિશ્વાસ છે કે આ નવી વેબસાઈટનું લોન્ચિંગ સમગ્ર વિશ્વમાં કુદરતી હીરા પ્રત્યેની વિશ્વસનીયતા વધારવામાં યોગદાન આપશે અને તે માત્ર એક એજ્યુકેશનલ રિસોર્સીસ પૂરતું મર્યાદીત નહીં રહેતા ડાયમંડના સેલ્સના એક મહત્ત્વપૂર્ણ ટુલ્સ તરીકે પોતાની સર્વિસ આપવામાં સફળ રહેશે, જેના લીધે ગ્રાહકોનો અમારી વેબસાઈટ અને અમારી કંપની પ્રત્યેનો વિશ્વાસ વધારવામાં મદદરૂપ થશે.”
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM