વિશ્વના અનેક દેશોની આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે વેપાર-રોજગાર પર તેની માઠી અસર પડી રહી છે. ડાયમંડ ક્ષેત્રે સંકળાયેલી સરીન ટેક્નોલોજીસના વેપારને પણ અસર પડી છે. વૈશ્વિક સ્તરે મેન્યુફેક્ચરીંગ ઉત્પાદનોની માંગ ઘટવાના પગલે 2023ના પહેલા છ મહિનામાં સરીન ટેક્નોલોજીસની આવક અને નફામાં ભારે ઘટાડો નોંધાયો છે.
30 જૂનના રોજ પુરા થયેલા છ મહિનામાં કંપનીનું વેચાણ વાર્ષિક ધોરણે 24 ટકા ઘટીને 23.7 મિલિયન ડોલર થયું હતું. ઇઝરાયેલ સ્થિત કંપનીનો નફો ઘટીને 953,000 ડોલર થયો હતો. તેના માટે બજારમાં નબળાં ઉત્પાદનોની ભેળસેળ અને નીચું વેચાણ હોવાનું કારણ કંપની તરફથી જાહેર કરાયું છે.
ઊંચો ફુગાવો અને વધતાં વ્યાજ દરોના લીધે કન્ઝ્યુમર ડિમાન્ડમાં ધરખમ ઘટાડો થયો છે. ચીનમાં પણ કોવિડ બાદ બજારમાં રિકવરી ખૂબ જ ધીમી છે. કંપનીએ જણાવ્યું હતું કે પોલિશ્ડ હીરાના વેચાણમાં ઘટાડો થયો છે, જેના લીધે રફ હીરા પાઈપલાઈનમાં છે. પોલિશ્ડની ઈન્વેન્ટરી વધી છે. તેના લીધે મિડસ્ટ્રીમે ઓછી ઉત્પાદન પ્રવૃત્તિઓની અસર થઈ છે. અમારો મુખ્ય ઉદ્દેશ ઈક્વીપમેન્ટનું વેચાણ છે જેને અસર પહોંચી છે તે ઉપરાંત અમારી સ્કેનિંગ સર્વિસને પણ ઓછા વત્તા અંશે અસર પહોંચી છે.
રિકરિંગ રેવન્યુ – જ્યારે અમારા ક્લાયન્ટ્સ સરીન સિસ્ટમનો ઉપયોગ કરે છે ત્યારે ગ્રાહકો તે પેટે ફી ચૂકવે છે. તેની આવકમાં ઘટાડો થયો છે. અમારા ગેલેક્સી રફ સ્કેનર્સમાં લગભગ 9 ટકાનો ઘટાડો થયો છે. તે ઉપરાંત કેપિટલ ઈક્વિપમેન્ટનું વેચાણ 40 ટકા ઘટ્યું છે. ગયા વર્ષના એન્ડમાં નાના રફ સ્ટોનના સ્કેનિંગ માટે લૉન્ચ કરાયેલા મશીન સરીનના મેટિયોરાઈટ પ્લસ સાથે ટીથીંગ સમસ્યા પણ ટોચની લાઈનને અસર કરી છે. કંપનીએ આ મુદ્દાઓ પર ધ્યાન આપી ભૂલો સુધારી છે.
સર્વિસમાંથી રિટેલ અને હોલસેલની આવક અંગે સરીન ટ્રેડ રેવન્યુ કહે છે કે, તે 12 ટકાના વધારા સાથે ઘટાડાને સરભર કરી રહી છે. આ મુખ્યત્વે આ વર્ષની શરૂઆતમાં ન્યુયોર્ક સ્થિત જેમ સર્ટિફિકેશન એન્ડ એશ્યોરન્સ લેબ (જીસીએએલ)ના સંપાદનનું પરિણામ છે એમ સરીને ઉમેર્યું હતું.
કંપનીએ ઉમેર્યું હતું કે આગામી મહિનાઓ માટે એકંદરે સંભાવનાઓ અંધકારમય છે.
કંપની અનુસાર આગામી મહિનાઓમાં વ્યાજ દરો અને ફુગાવો યથાવત રહેવાની શક્યતા છે. યુએસમાં મંદીની શક્યતા હજુ પણ વાસ્તવિક છે. એકંદરે ઉદ્યોગની સ્થિતિ આગામી મહિનાઓમાં પણ પડકારરૂપ રહેવાની સંભાવના છે. અમારા પરંપરાગત કેપિટલ ઈક્વિપમેન્ટ વેચવાના વ્યવસાયને ઘણા ઓછા અંશે અસર પહોંચી છે. અમારી ગેલેક્સી સ્કેનિંગ સર્વિસ બજારની નબળી પરિસ્થિતિના લીધે આગામી સમયમાં પણ અસરગ્રસ્ત રહેશે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM