સરીનની GCAL દ્વારા સુરતમાં નવી ગ્રેડિંગ લેબ શરૂ કરી

હીરા બજાર માટે આ એક પ્રકારનું ગ્રેડિંગ સૉલ્યુશન બની રહેશે, જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત, સસ્તી કિંમતે અને ઝડપી વિશ્વાસપાત્ર સર્ટિફિકેટ ઇશ્યુ કરશે

Sarines GCAL started a new grading lab in Surat
ફોટો : સરીન ડાયએક્સપર્ટ ડેટા મશીન. (સરીન ટેક્નોલોજીસ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

સિંગાપોર એક્સચેન્જ મેઈનબોર્ડ (SGX) અને તેલ અવીવ (TASE) લિસ્ટેડ, સરીન ટેક્નોલૉજીસ લિમિટેડ (સરીન અને તેની પેટા કંપનીઓ ધ ગ્રુપ સાથે) વિશ્વવ્યાપી ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરીંગ, માર્કેટિંગ અને વેચાણ મૂલ્યાંકન, પ્લાનિંગ પ્રોસેસ, મેઝરમેન્ટ, ગ્રેડિંગ માટે ચોકસાઈ પૂર્વકના ટેક્નોલૉજી ઉત્પાદનો જેમ એન્ડ જ્વેલરીના વેપારની સરીન જીસીએએલ દ્વારા વિસ્તરણની જાહેરાત કરાઈ છે. કંપની દ્વારા ભારતના સુરતમાં ગ્રેડિંગ અને સર્ટિફિકેશનની સેવા શરૂ કરવામાં આવી છે.

સરીન અને જીસીએએલના મર્જર અંગેનું આ વ્યૂવહાત્મક પગલું છે, તેનો મોટો ફાયદો કંપનીને મળશે. આ મર્જર હેઠળ સરીનની ગ્રાઉન્ડ બ્રેકિંગ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ આધારિત ગ્રેડિંગ ટેક્નોલૉજી, ડાયમંડ મિડસ્ટ્રીમ સેગમેન્ટમાં વ્યાપક કન્ઝ્યુમર બેઝ અને જીસીએએલની અગ્રણી ગ્રેડિંગ બ્રાન્ડ અને ગુણવત્તા તેમજ યુએસ રિટેલ કન્ઝ્યુમર બેઝ સર્વિસ સાથે ભારતમાં ઓપરેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. પરિણામે હીરા બજાર માટે આ એક પ્રકારનું ગ્રેડિંગ સોલ્યુશન બની રહેશે, જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત, સસ્તી કિંમતે અને ઝડપી વિશ્વાસપાત્ર સર્ટિફિકેટ ઇશ્યુ કરે છે.

ન્યુયોર્ક અને સુરત બંને લેબોરેટરીમાં ગ્રેડિંગ અને સર્ટિફિકેશનની સર્વિસ મર્જ કરાઈ છે. જે આ ગ્રુપના ઉચ્ચ ગુણવત્તાના ધોરણનું પાલન કરશે. ગ્રેડિંગ સર્ટિફિકેશનને જીસીએએલની વિશેષ ગેરન્ટી દ્વારા સમર્થન આપવામાં આવશે, જે તેમને ઉદ્યોગમાં અન્ય લોકોથી અલગ પાડે છે. આ ગેરન્ટી ઉચ્ચ સ્તરની કુશળતા, આધુનિક ટેક્નોલૉજી અને સખ્ત રીતે નિયંત્રિત પ્રોસેસને સંચાલિત કરે છે.

GCALના પ્રેસિડેન્ટ એન્જેલો પાલ્મીરીએ જણાવ્યું કે અમને ભારતમાં અમારી પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવામાં આનંદ થાય છે અને અમે માનીએ છીએ કે આ સમય યોગ્ય છે. સરીન સાથેનું અમારું મર્જર ઉચ્ચ જેમોલોજી અને અત્યાધુનિક ટેક્નોલૉજીની સમન્વયનો લાભ ઉઠાવે છે, જે ગુણવત્તા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને જાળવી રાખીને ગ્રાહકો માટે અમારી સેવા કાર્યક્ષમતા વધારવા સક્ષમ બનાવે છે. ન્યુયોર્કની લેબ વધારાની સંબંધિત પ્રવૃત્તિઓમાં વિસ્તરણ સાથે યુ.એસ.માં તમામ ગ્રેડિંગ સેવાઓ આપવાનું ચાલુ રાખે છે.

સરીનના સીઈઓ ડેવિડ બ્લોકે કહ્યું કે, અમે ડાયમંડ સર્ટિફિકેશનના નવા યુગમાં આગળ વધવા તૈયાર છે. જે ટેક્નોલૉજી પર વધુ ને વધુ આધાર રાખે છે. આ અભિગમ અભૂતપૂર્વ કાર્યક્ષમતા રજૂ કરતી વખતે ઉચ્ચતમ સ્તરના ગ્રેડિંગની ખાતરી આપે છે. સમગ્ર સ્થાપના પ્રક્રિયા દરમિયાન છેલ્લા મહિનાઓમાં સુરત લેબ GCAL ની પ્રોફેશનલિઝમ અને પ્રામાણિકતાથી હું ફરી એકવાર પ્રભાવિત થયો છું. મને પ્રમાણપત્ર બજારને ગુણવત્તા અને સેવાના નવા સ્તરે લઈ જવાની અમારી ભાગીદારી અને અમારી ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ છે.

આ એક્સપાન્શન સર્ટિફિકેશન પ્રક્રિયામાં અત્યાધુનિક ટેકનોલોજીને સાંકળીને ચોકસાઈ પૂર્વક કાર્યક્ષમતા અને અપ્રતિમ ગુણવત્તા ખાતરીને સુનિશ્ચિત કરીને હીરા ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાના સરીનના વિઝનને અનુરૂપ છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS