GIA ને બેંગકોકની એક ટીમ દ્વારા સંશોધન હેતુઓ માટે મેળવાયેલા 24 સ્પિનલ્સના ઝૂમખામાં આપવામાં આવ્યા હતા. આ વાત જેમ્સ એન્ડ જેમોલોજી, નામના તેના ત્રિમાસિક વ્યાવસાયિક જર્નલમાં, તાજેતરમાં જ ઓનલાઈન જાહેર કરવામાં આવી છે. તે સ્પ્રિંગ 2023ના પ્રિન્ટ એડિશનમાં પણ સમગ્ર અહેવાલ પ્રકાશિત કરશે.
એવુ મનાતું હતું કે આ સ્ટોન્સ કોબાલ્ટ ડિફ્યુઝ્ડ હતા, પરંતુ GIA સંશોધકોએ તેમાં નિકલનું ઊંચુ પ્રમાણ શોધી કાઢ્યું છે. આના કારણે તે વાદળી-થી-લીલા રંગનું બને છે. લેબમાં હીટિંગ પ્રક્રિયાના પરિણામો તેમાં જે ફ્રેક્ચર્સ હોય છે તે ભરાઇ જાય છે.
કલર્ડ સ્ટોન વિભાગના ગ્લોબલ ડિરેક્ટર શેન મેકક્લુરે જણાવ્યું હતું કે, “GIA દ્વારા આજ દિન સુધી નિકલ-ડિફ્યુઝ્ડ સ્પાઇનલ જોવામાં આવ્યા નથી. કોઇપણ વ્યક્તિ આ પ્રકારની હીટ ટ્રીટમેન્ટ કરે છે તો તેણે સમજવું જોઇએ કે તે નિકલ ડિફ્યુઝન છે.
જ્યારે કોબાલ્ટ સ્ટોનનો રંગ ઘેરો વાદળી હોય છે, ત્યારે નિકલ ટ્રીટમેન્ટવાળા સ્ટોન્સ આછા વાદળી, લીલાશ પડતા વાદળી, વાદળી છાંટવાલો લીલો અથવા વાદળી-લીલો રંગ હોય છે.
અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક સાધનોનો ઉપયોગ કરીને, GIA સંશોધકોએ કુદરતી સ્પાઇનલમાં નિકલ-સંબંધિત શોષણના સંકેતો શોધી કાઢ્યા. આ ઉપરાંત નિકલ ટ્રીટમેન્ટના અન્ય લક્ષણોમાં ફેસટ જંકશન પર વધુ ઘેરા રંગો, ફોટોલ્યુમિનેસેન્સ સ્પેક્ટ્રા જે હીટ ટ્રીટમેન્ટ તરફ નિર્દેશ કરે છે અને નિકલની અસાધારણ રીતે ઊંચી માત્રા છે.
જેમોલોજિસ્ટ ગેરી રોસ્કિને રેપાપોર્ટ ન્યૂઝને જણાવ્યું હતું કે, નિકલ-ડિફ્યુઝ્ડ ટ્રીટમેન્ટ કોબાલ્ટ-ડિફ્યુઝન અથવા અન્ય ડિફ્યુઝન ટ્રીટમેન્ટ કરતાં વધુ કે ઓછી મહત્વની નથી. છતાં તે એવી ટ્રીટમેન્ટ છે જેનાથી સ્ટોનની કિંમત બદલાઇ જાય છે.
કેટલીક ટ્રીટમેન્ટ પથ્થરની સપાટીની અંદર હોવાથી, તે પાછળથી સ્પાઇનલના દેખાવ પર અવળી અસર કરી શકે છે.
જો સ્ટોનને ફરીથી પોલિશ કરવાની જરૂર હોય તો તે ટ્રીટમેન્ટની અસરને દૂર કરી શકે છે. મોટે ભાગે સ્ટોનના દેખાવ અને મૂલ્યને અસર કરે છે.
GIA એ સૌપ્રથમ 2015 માં કોબાલ્ટ ડિફ્યુઝન દ્વારા ટ્રીટમેન્ટ કરાયેલા સ્પિનલ પર રિપોર્ટ આપ્યો હતો. ટ્રીટમેન્ટ માટેના ટેસ્ટ, જે વાઇબ્રન્ટ વાદળી રંગ આપે છે, તે સ્પિનલ માટે સંસ્થાની જેમોલોજિકલ સેવાનો એક ભાગ છે.
____________________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM