SDBમાં નવી ટીમની નિમણૂંક, જાણો કોને કયું પદ સોંપવામાં આવ્યું?

સુરત ડાયમંડ બુર્સની હવે નવી ટીમની રચના કરવામાં આવી છે જેમાં પાટીદાર સમાજ અને જૈન સમાજનું બૅલેન્સ કરવામાં આવ્યું છે.

SDB appointmented New team know who assigned which positions-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સમાં જ્યારે ચૅરમૅન પદેથી વલ્લભ લખાણીએ રાજીનામું આપ્યું હતું ત્યારે હીરાઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો. ઉદ્યોગના લોકોને ચિંતા હતી કે હવે સુરત ડાયમંડ બુર્સનું શું થશે? કરોડો રૂપિયાના ખર્ચે બનેલું સુરત ડાયમંડ બુર્સને ક્યાંક તાળા તો નહીં લાગે ને? પરંતુ થોડા જ સમયમાં ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. એક સારો નિર્ણય લેવાયો અને બુર્સના ધમધમવાની ફરી આશા જાગી.

સુરત ડાયમંડ બુર્સના ચૅરમૅન પદે ડાયમંડ ઉદ્યોગ અગ્રણી, રાજ્યસભા સાંસદ અને SRK ડાયમંડના સ્થાપક ગોવિંદભાઇ ધોળકીયાની વરણી કરવામાં આવી. સુરત ડાયમંડ બુર્સની પ્રતિભા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શાખ પણ જોડાયેલી છે, કારણ કે બુર્સ એ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ગોવિંદભાઇની ચૅરમૅન પદે વરણી પછી ઉદ્યોગમાં આશા જાગી કે હવે સુરત ડાયમંડ બુર્સને વાંધો નહીં આવે. ગોવિંદ ધોળકીયા બધાને સાથે લઇને ચાલનારા વ્યક્તિ છે. તેમના નામે કોઇ વિવાદ પણ નથી અને સમાજ, ઉદ્યોગ, દુનિયા લેવલે તેમના નામની પ્રતિષ્ઠા છે. હવે ભાજપે તેમને ગુજરાતથી રાજ્યસભા સાંસદ બનાવ્યા છે એટલે તેમનું રાજકીય કદ પણ વધ્યું છે.

હવે નવી ટીમની રચના કરવામાં આવી છે જેમાં પાટીદાર સમાજ અને જૈન સમાજનું બૅલેન્સ કરવામાં આવ્યું છે. તા. 27 માર્ચને બુધવારના રોજ સુરત ડાયમંડ બુર્સના ડાયરેક્ટર, કોર કમિટી મેમ્બર સહિત જનરલ કમિટીની અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત ડાયમંડ બુર્સના જ કોર કમિટી મેમ્બર તથા ડાયરેક્ટર ગોવિંદભાઇ ધોળકિયાને નવા ચૅરમૅન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આ નિર્ણય ઉપસ્થિત દરેક કમિટી મેમ્બરોની સર્વાનુમતિથી કરવામાં આવેલી હતી.

હવે નવી ટીમમાં વાઈસ ચૅરમૅન તરીકે ધર્મનંદન ડાયમંડ પ્રા. લિ.ના લાલજીભાઇ પટેલ, સુરત ડાયમંડ બુર્સ સર્વિસ કો. ઓ. સોસાયટીના પ્રમુખ તરીકે ધાનેરા ડાયમંડના અરવિંદભાઇ શાહ જેમને ડાયમંડ ઉદ્યોગમાં અરવિંદ ધાનેરા તરીકે ઓળખવામાં આવે છે. HVK ઇન્ટરનેશનલ પ્રા. લિ.ના નાગજીભાઇ સાકરીયાને વાઈસ પ્રેસિડન્ટ, એ. એન. ડાયમંડના અશેષભાઇ દોશીને પણ વાઈસ પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા છે.

સુરત ડાયમંડ બુર્સે કહ્યું હતું કે, ગોવિંદભાઈ ધોળકીયાના નેતૃત્વ હેઠળ સર્વ કમિટી મેમ્બરોએ સાથે મળીને વહેલામાં વહેલી તકે સુરત ડાયમંડ બુર્સમાં ૫૦૦થી વધારે ઓફિસો એક સાથે ચાલુ થાય અને SDB ધમધમતું થાય તે માટે કટિબદ્ધતા દર્શાવી છે. સુરત ડાયમંડ બુર્સમાં સુવિધા જનક અને અત્યાધુનિક કસ્ટમ હાઉસ તૈયાર થઈ ગયું છે. SDBમાં સેફ વૉલ્ટ તથા બૅન્કોની સુવિધા પણ કાર્યરત છે.

સુરતના મિનિ બજાર, મહિધરપુરા માર્કેટ તથા CVD માર્કેટ તેમજ મુંબઈનું માર્કેટ ઝડપથી આવે તે માટે સુરત અને મુંબઈમાં વિવિધ ગ્રુપ સાથે મિટીંગ ચાલુ કરવામાં આવશે. SDBમાં બિઝનેસ ચાલુ કરવા માટેના ઓફિસ ધારકોના સૂચનોને સાંભળીને તેનો ઝડપથી નિરાકરણ આવે તે માટે પ્રયત્નો કરવા માટે યોગ્ય પગલાં લેવાનું સર્વસંમતિથી નક્કી કર્યું છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Siddharth Hair Transplant
  • DR SAKHIYAS
  • NIPPONE RARE METAL INC
  • SGL LABS