સેમી એ તાજેતરમાં ભારતમાં વાઇબ્રન્ટ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને ડિઝાઈન ઇકોસિસ્ટમ બનાવવા માટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) ને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ જોડાણ ISMની Semicon Indiaની બે આવૃત્તિઓના સફળ અમલીકરણ પર આધારિત હશે જે વૈશ્વિક એન્ડ-ટુ-એન્ડ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં હિસ્સેદારોને એકસાથે લાવવાની SEMIની પરંપરાને જાળવી રાખશે. આ અંગેનું એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પ્રગતિની દિશામાં છે.
સેમી ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ELCINA) અને મેસે મુન્ચેન ઇન્ડિયા (MMI) સાથે તેની ફ્લેગશિપ ઇવેન્ટના મુખ્ય ભાગીદાર તરીકે ચર્ચા કરી રહી છે.
આઈએસએમ એ નોંધ્યું છે કે સેમિકોન ઇન્ડિયા એ ભારત સરકાર દ્વારા સ્થાનિક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને આગળ વધારવા અને વૈશ્વિક ઉદ્યોગ સાથે જોડવાના પ્રયાસો માટે ખૂબ જ પૂરક બની રહેશે.
સેમીના સીઈઓ અજિત મનોચાએ જણાવ્યું હતું કે, 50 કરતાં વધુ વર્ષોથી સેમિકોનનું પ્લેટફોર્મ નવી વ્યાપાર તકોને ઉજાગર કરવા, બજાર અને ટેક્નોલૉજીના ટ્રેન્ડમાં સતત વિકાસ કરવા તેમજ નવીનતા લાવવા અને ટોચના ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગના પડકારોને સંબોધવા માટે વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગની કંપનીઓને જોડતું રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું, ઉદ્યોગની વૃદ્ધિના મુખ્ય સમર્થક તરીકે SEMI વિશ્વભરમાં ઓળખાય છે. SEMICON India ની સ્થાપના આ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
આ ભાગીદારી ભારતીય સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓને વૈશ્વિક સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને ડિઝાઈન સપ્લાય ચેઇનમાં 2,500 થી વધુ SEMI સભ્ય કંપનીઓને કનેક્ટિવીટી આપશે. સેમિકોન ઇન્ડિયા ઉદ્યોગના વિકાસને આગળ વધારવા માટે વર્કફોર્સ ડેવલપમેન્ટ, સસ્ટેનેબિલિટી અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટ સહિતના ક્ષેત્રોમાં નિર્ણાયક SEMI પહેલોમાં હિસ્સેદારોની સહભાગિતા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે.
ભારત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક નકશા પર નવા હબ તરીકે તૈયાર થઈ રહ્યું છે એમ જણાવતા મેસ્સે મુન્ચેન ઇન્ડિયાના CEO ભૂપિન્દર સિંઘે કહ્યું કે, અમે આ ક્ષેત્રમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન, પેકેજિંગ, સ્ટ્રેન્થ કેપેસિટી તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્થાપિત કરવા માટે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની પહેલને બિરદાવીએ છીએ.
મેસે મુન્ચેન ઇન્ડિયા એલકીના સાથેના સહયોગમાં સેમિકોન ઈન્ડિયાનું આયોજન કરવા માટે સેમી સાથે કામ કરવા આતુર છે, જે એક ભાગીદારી હેઠળ કરવામાં આવશે. મેસ્સે મ્યુનચેન અને સેમી વચ્ચે યુરોપ અને ચીનમાં કાર્યક્રમો યોજવા માટે લાંબા સમયથી ચાલતા કામનું કુદરતી વિસ્તરણ છે. આ અર્થપૂર્ણ કરારને મજબૂત બનાવવા અને વ્યવસાયની તકોને અનલૉક કરવાના અમારા હેતુ પ્રત્યે સાચા રહેવું એ પ્રાથમિકતા છે. આ પ્લેટફોર્મ વેફર ફેબ્સ અને OSATs માટે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ વૅલ્યુ ચેઈનને એકબીજા સાથે જોડશે. ભારતના સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને વધુ આત્મનિર્ભર બનવામાં મદદ કરશે.
એલકીનાના પ્રમુખ અને ગ્લોબ કેપેસિટર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટર ઉદ્યોગે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમમાં કેન્દ્ર સ્થાન મેળવ્યું છે. ઉદ્યોગ એ ભારતમાં આર્થિક વૃદ્ધિ માટે વ્યૂહાત્મક, મહત્વપૂર્ણ સમર્થક છે. આ બંને એકસાથે આવી રહ્યાં છે. અમારા ભાગીદાર તરીકે સેમી સાથેનું જોડાણ ખૂબ મૂલ્યવાન છે. કારણ કે અમે સાથે મળીને ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગને મજબૂત બનાવી શકીએ છીએ. વિશ્વભરની ચિપ કંપનીઓ માટે વિશ્વાસપાત્ર ભાગીદાર બની શકીએ છીએ. અમે સેમી સાથે કામ કરવા અને સેમીકોન ભારતને ભવ્ય બનાવવા માટે મેસ્સે મુન્ચેન સાથે અમારી વર્તમાન ભાગીદારીનો લાભ લેવા આતુર છીએ.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM