જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC) અને ભારત ડાયમંડ બૂર્સ(BDB)ના સંયુક્ત ઉપક્રમે 1લી માર્ચે BDB ખાતે ઇન્ડિયા પોસ્ટ દ્વારા કિંમતી ધાતુઓની આયાત અને નિકાસના ફાયદા સમજાવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારને સમજવા માટે આખો હોલ પેક થઇ ગયો હતો અને 100થી વધારે લોકોએ હાજરી આપી હતી.
BDB ખાતે આયોજિત આ સેમિનારમાં મહેમાન વક્તા અમિતાભ સિંઘ, પોસ્ટ માસ્ટર જનરલ, BD & Mails મહારાષ્ટ્ર સર્કલ અને એપીએમજી, BD અને ટેક્નોલોજી, મહારાષ્ટ્ર સર્કલના ડૉ. સુધીર જાખેરેએ પોસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવતી એક્સપોર્ટસ ફેસિલીટી પર સમજ આપી હતી અને સેમિનારમાં હાજર રહેલા ઉદ્યોગકારોના સવાલોના જવાબ આપ્યા હતા.
ઇન્ડિયા પોસ્ટ દ્વારા કિંમતી ધાતુઓની આયાત અને નિકાસના ફાયદા સમજાવવા માટે યોજાયેલા સેમિનારમાં ભારત ડાયમંડ બૂર્સના પ્રમુખ અનૂપ મહેતા, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના વાઈસ ચેરમેન કિરીટ ભણશાલી, ભારત ડાયમંડ બૂર્સના વાઈસ પ્રેસિડન્ટ મેહુલ એન. શાહ અને GJEPCની MSME કમિટીના નરેશ લાઠીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પોસ્ટ માસ્ટર જનરલ અમિતાભ સિંઘે માહિતી આપી હતી કે, ઇન્ડિયા પોસ્ટ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રેક કરાયેલા પેકેટો માટે સાર્વત્રિક EMS સ્પીડ પોસ્ટ સેવા દ્વારા સરળ, ખર્ચ-અસરકારક શિપિંગ સોલ્યુશન્સ ઓફર કરે છે. આ સેવા USA, હોંગકોંગ, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન અને સિંગાપોર જેવા મહત્વના દેશો સહિત 16 મોટા દેશોમાં ઉપલબ્ધ છે.
તેમણે પોસ્ટલ બિલ ઓફ એક્સપોર્ટ્સ (PBE) દ્વારા કસ્ટમ ડિક્લેરેશન સિસ્ટમ વિશે અને DHL, FedEx અને AraMex જેવી વૈશ્વિક હેવીવેઈટ્સની તુલનામાં શિપમેન્ટ માટે ઇન્ડિયા પોસ્ટનો ઉપયોગ કરવાના નોંધપાત્ર ખર્ચ લાભો જણાવ્યા હતા.
____________________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM