AIની જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાં ઉપયોગિતા અંગે માર્ગદર્શન આપવા GJEPC દ્વારા સુરતમાં સેમિનારનું આયોજન કરાયું

ગુજરાતના રિજનલ પ્રેસિડેન્ટ વિજય માંગુકીયાઓએ આ સેમિનારમાં ભાગ લેનારાઓને આવકાર્યા હતા અને GJEPCની પ્રવૃત્તિઓ અને નિકાસ પ્રક્રિયાની સમજ આપી હતી

Seminar organized by GJEPC in Surat to provide guidance on applicability of AI in Jewellery Industry
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

આર્ટિફિશિયિલ ઈન્ટેલિજન્સનો દરેક ક્ષેત્રમાં ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાં આ નવી ટેક્નોલૉજીની ઉપયોગિતા અંગે માર્ગદર્શન ઉદ્યોગકારોને મળી રહે તે હેતુથી જીજેઈપીસીની ગુજરાત રિજનલ કચેરી દ્વારા તાજેતરમાં એક સેમિનારનું આયોજન કરાયું હતું.

જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિષય પર તેનો પ્રથમ સમર્પિત સેમિનાર જીજેઈપીસી દ્વારા આયોજિત કરાયો હતો. ગુજરાતના રિજનલ પ્રેસિડેન્ટ વિજય માંગુકીયાઓએ આ સેમિનારમાં ભાગ લેનારાઓને આવકાર્યા હતા અને જીજેઈપીસીની પ્રવૃત્તિઓ અને નિકાસ પ્રક્રિયાની સમજ આપી હતી.

આ સેમિનારમાં AI નિષ્ણાત હાર્દિક પ્રજાપતિએ ટેક્નોલૉજીની સમજ આપતા કહ્યું હતું કે કેવી રીતે કૃત્રિમ બુદ્ધિ જ્વેલરી ડિઝાઇનમાં ક્રાંતિ લાવી શકે છે. AIનો ઉપયોગ નવીન ડિઝાઈન બનાવવા માટે કેવી રીતે થઈ શકે છે તેનું લાઇવ ડેમોસ્ટ્રેશન કર્યું હતું.

AI ઓગમેન્ટેડ રિયાલિટીના નિષ્ણાત આગમ શાહે વર્ચ્યુઅલ માર્કેટપ્લેસનું પ્રદર્શન કર્યું હતું જે દર્શાવે છે કે કેવી રીતે વર્ચ્યુઅલ શોપિંગ જીવંત AR ડેમો દ્વારા વાસ્તવિકતાની નજીકથી નકલ કરી શકે છે.

સત્રનું સમાપન IIJS પ્રિમિયર પર નેશનલ ઈવેન્ટ્સના આસિસ્ટન્ટ મેનેજર માલકોમ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે વડોદરાના રિટેલર્સને IIJSમાં હાજરી આપવા અને તકો શોધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS