અમદાવાદની જેમ જ જીજેઈપીસી દ્વારા દિલ્હીની રિજનલ કચેરી ખાતે તા. 24મી ફેબ્રુઆરીના રોજ એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભારત-ઓસ્ટ્રેલિયા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) પર તેનો પ્રથમ વ્યક્તિગત આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું.
ECTA ભારતીય જેમ અને જ્વેલરી નિકાસકારોને ઓસ્ટ્રેલિયન જ્વેલરી માર્કેટમાં તેમની પહોંચને વિસ્તારવામાં કેવી રીતે મદદ કરી શકે તે બાબતે આ સેમિનારમાં ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ એ હતો કે ઓસ્ટ્રેલિયા દ્વારા વિશ્વભરમાંથી જ્વેલરી આયાત કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાનું બજાર ખુબ મોટું છે. આ બજારમાં ભારતની હિસ્સેદારી વધારવા માટે પ્રયાસ થવા જોઈએ.
આ દિશામાં રહેલી તકોને ઝડપી લેવા માટે ભારતીય જેમ એન્ડ જ્વેલરીના ઉદ્યોગ સાહસિકોને યોગ્ય સમજણ આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સેમિનાર વિશેષ અતિથિ વક્તા દેવેશ ગુપ્તા, ડાયરેક્ટર, ડીઓસી, ભારત સરકાર, અશોક સેઠ, પ્રાદેશિક અધ્યક્ષ – ઉત્તર, GJEPC દ્વારા જ્વેલર્સને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
____________________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM