SGCCIના પ્રતિનિધિ મંડળે સુરત ડાયમંડ બુર્સની ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ લઇ તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવી

ચૅમ્બરના પ્રતિનિધિ મંડળે SDB ખાતે વિવિધ ઓફિસો, વેપારીઓ માટે ઊભી કરાયેલી સગવડો, બેંકો, પાર્કિંગ વ્યવસ્થા અને સિક્યુરિટી સિસ્ટમ વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી.

SGCCI delegation industrial visit to Surat Diamond Bourse-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ધી સધર્ન ગુજરાત ચૅમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીની અધ્યક્ષતામાં ચૅમ્બરની ઇન્ડસ્ટ્રીયલ ટૂર કમિટીના ચૅરમૅન શ્રી અરવિંદ બાબાવાલા તથા ચૅમ્બરના સભ્યો મળી કુલ પ૦થી વધુ સભ્યોના પ્રતિનિધિ મંડળે બુધવાર, તા. ર૬મી જૂન, ર૦ર૪ના રોજ સરસાણા ખાતે ખજોદ ચોકડી પાસે ડ્રીમ સિટીમાં આવેલા સુરત ડાયમંડ બુર્સની ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ લીધી હતી.

વિશ્વના ૯૦ ટકા ડાયમંડ સુરત ખાતે બને છે, પરંતુ ડાયમંડના વ્યાપાર માટે વેપારીઓને મુંબઈ જવું પડે છે, આથી મુંબઈ ખાતે ઓફિસો ધરાવતા રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય કક્ષાના ટ્રેડર્સને હવે ટ્રેડીંગ હબ તરીકેનું ઇન્ફ્રાસ્ટ્રકચર સુરત ડાયમંડ બુર્સમાં ઊભું કરવામાં આવ્યું છે. ચૅમ્બરના પ્રતિનિધિ મંડળે સુરત ડાયમંડ બુર્સ ખાતે વિવિધ ઓફિસો, વેપારીઓ માટે ઊભી કરાયેલી સગવડો, બેંકો, પાર્કિંગ વ્યવસ્થા અને સિક્યુરિટી સિસ્ટમ વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી. અહીં પ્રવેશદ્વારથી કોઇપણ વ્યક્તિ તેના ઓફિસ સુધી ઓછામાં ઓછી છ મિનિટમાં પહોંચી શકે છે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેના વિશે પણ પ્રતિનિધિ મંડળે અભ્યાસ કર્યો હતો.

SGCCI delegation industrial visit to Surat Diamond Bourse-2

સુરત ડાયમંડ બુર્સ, ભારતનું બીજું સૌથી મોટું ડાયમંડ ટ્રેડીંગ હબ છે, જે ૩પ.પ૪ એકરમાં ફેલાયેલું છે અને ૬૭ લાખ સ્કવેર ફુટ એરિયામાં બંધાયેલું છે. આ બુર્સમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ડાયમંડ ટ્રેડર્સની કુલ ૪પ૦૦ ઓફિસો આવેલી છે. વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આગામી ૭મી જુલાઇ, ર૦ર૪ સુધીમાં રપ૦થી વધુ ઓફિસો ધમધમતી થઇ જશે તેવો આશાવાદ સુરત ડાયમંડ બુર્સના વાઈસ ચૅરમૅન શ્રી અશેષ દોશીએ સધર્ન ગુજરાત ચૅમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળ સમક્ષ વ્યક્ત કર્યો હતો.

સુરત ડાયમંડ બુર્સ, હીરાના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલી સંસ્થાઓને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર પૂરું પાડે છે. ડાયમંડ, જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગની સુવિધા માટે ભારતમાં આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ સેન્ટરની સ્થાપના તરીકે સુરત ડાયમંડ બુર્સ બનાવવામાં આવ્યું છે. જેમાં ડાયમંડ કટિંગ, પોલીશીંગ અને પ્રોસેસિંગ સહિત જેમ્સ એન્ડ જ્વેલરીને લગતા વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા અને તેના ડેવલપમેન્ટ માટે વિશેષ સુવિધા આપવામાં આવી છે. જેને કારણે હવે ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની નિકાસ અને વેપારને વધુ પ્રોત્સાહન મળશે. સુરત ડાયમંડ બુર્સ હવે ભારતને વિશ્વમાં આધુનિક અને અત્યાધુનિક ડાયમંડ, જેમ્સ અને જ્વેલરી માર્કેટ તરીકે વિકસાવવા મદદરૂપ સાબિત થશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS