નવેમ્બરમાં રફની આયાતમાં ધરખમ ઘટાડો નોંધાયો

હીરાની આયાત નવેમ્બર મહિનામાં વાર્ષિક ધોરણે 76 ટકા ઘટીને 314 મિલિયન ડોલર થઈ જ્યારે પોલિશ્ડ ડાયમંડની નિકાસ 27 ટકા ઘટીને 835 મિલિયન ડોલર થઈ

Sharp decline in the import of rough In November-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

યુરોપિયન દેશોમાં પોલિશ્ડની ડિમાન્ડના અભાવે લાંબા સમયથી મંદીનો સામનો કરી રહેલાં ભારતના હીરા ઉદ્યોગકારોએ દિવાળી પહેલાં એકજૂટ થઈને રફની આયાત પર બે મહિના પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને વળગી રહેતા ભારતીય હીરા ઉત્પાદકોએ તા. 15 ઓક્ટોબરથી રફની આયાત બંધ કરી દીધી હતી. જે 15 ડિસેમ્બર સુધી બંધ રહી હતી. આ બે મહિના દરમિયાન સ્વાભાવિકપણે રફની આયાતમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો હતો.

ભારતની રફ હીરાની આયાત નવેમ્બર મહિનામાં વાર્ષિક ધોરણે 76 ટકા ઘટીને 314 મિલિયન ડોલર થઈ ગઈ હતી.  અગ્રણી ભારતીય ઉદ્યોગ સંસ્થાઓએ ચીજવસ્તુઓની વધુ પડતી સપ્લાય ઘટાડવા અને ભાવમાં ઘટાડાને સરળ બનાવવા માટે 15 ઓક્ટોબરથી રફ આયાત પર બે મહિના માટે ફ્રીઝ રાખવાની ભલામણ કરી હતી. મોરેટોરિયમ 15 ડિસેમ્બરે સમાપ્ત થયું.

પોલિશ્ડ નિકાસ 12% ઘટીને $1.1 બિલિયન થઈ છે, જે કેટેગરીની ફેબ્રુઆરીથી વર્ષની શ્રેષ્ઠ કામગીરી છે, કારણ કે યુએસ રજાઓની મોસમ પહેલા માંગમાં વધારો થયો છે.

નવેમ્બરના આંકડા પર નજર કરીએ તો રફની આયાત 79 ટકા ઘટીને 267 મિલિયન ડોલર રહી હતી. જ્યારે પોલિશ્ડ ડાયમંડની નિકાસ 27 ટકા ઘટીને 835 મિલિયન ડોલર થઈ હતી. જાન્યુઆરીથી નવેમ્બરના 11 મહિનામાં પોલિશ્ડ ડાયમંડની નિકાસ સરેરાશ 27 ટકા ઘટીને 14.91 બિલિયન ડોલર થઈ છે જ્યારે રફની આયાત 25 ટકા ઘટીને 12.16 બિલિયન ડોલર થઈ છે.

આ અગાઉ ઓક્ટોબરના પ્રારંભમાં ભારતીય હીરા ઉદ્યોગના અગ્રણી સંગઠનો અને ટોચના હીરા ઉદ્યોગકારોએ ભેગા મળી 15 ઓક્ટોબર થી 15 ડિસેમ્બર સુધી એમ બે મહિના માટે રફની આયાત પર પ્રતિબંધનો સામુહિક નિર્ણય લીધો હતો. આ નિર્ણયના પગલે ભારતમાં રફની આયાત ઘટવાના બદલે ઓક્ટોબરના પહેલાં પંદર દિવસમાં વધી હતી. રફની ખરીદી બંધ થાય તે પહેલાં હીરા ઉત્પાદકોએ મોટી માત્રામાં રફની ખરીદી કરી લીધી હતી, જેના પગલે ઓક્ટોબર 2023માં રફની આયાતનો આંકડો વધ્યો હતો.

ભારતમાં પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં ઘટાડા વચ્ચે ઓક્ટોબરમાં રફ આયાતમાં વધારો થયો હતો. કારણ કે વૈશ્વિક માંગ ધીમી હતી અને ઉત્પાદકો બે મહિનાના શિપમેન્ટ ફ્રીઝ પહેલાં રફ ખરીદી કરી લેવા માંગતા હતા. એક રીતે ઉત્પાદકોએ રફનો સ્ટૉક કરી લેવાનું વલણ અપનાવ્યું હતું.

જીજેઈપીસી (જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ના રિપોર્ટ અનુસાર ઓક્ટોબરમાં પોલિશ્ડ નિકાસ વાર્ષિક ધોરણે 33 ટકા ઘટીને 1.26 બિલિયન ડોલર રહી હતી. બીજી તરફ ઈન્વેટરી ઘટાડવાના હેતુથી આયાત પર બે મહિનાના સ્વૈચ્છિક વિરામ છતાં ઈનબાઉન્ટ રફ શિપમેન્ટ 9 ટકા વધીને 1.02 બિલિયન ડોલર થયું હતું. તેનો અર્થ કે ભારતીય હીરા ઉત્પાદકોએ 1 થી 15 ઓક્ટોબર દરમિયાન મોટા પ્રમાણમાં રફની ખરીદી કરી હતી.

સ્ત્રોતો : જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, રેપાપોર્ટ આર્કાઇવ્સ

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS