ડી બીયર્સે 2025 માટે તેમના રફ-હીરાની ફાળવણીમાંથી લગભગ 10 સાઇટધારકોને ઓછા કર્યા છે અને તે એકંદરે ઓછી રફ ઓફર કરવાની યોજના બનાવી રહી છે, એમ માર્કેટના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ડિ બિયર્સ અમુક સાઈટહોલ્ડરનો દરજ્જો જાળવી રાખશે, પરંતુ તેમને રફની સતત ફાળવણી કરશે નહીં, કારણ કે તેઓએ 2024માં પૂરતી ખરીદી કરી ન હતી. તેમાંથી કેટલાક બોત્સ્વાના જેવા માઇનિંગ દેશોમાં છે, જ્યાં આ વર્ષે રફ ખરીદી અને પોલિશ્ડ ઉત્પાદનમાં ઘટાડો થયો છે, એમ તેઓએ ઉમેર્યું.
એક અનુમાન મુજબ, આવતા વર્ષે ફાળવણીનું કૂલ મૂલ્ય આ વર્ષ કરતાં 20% થી 30% ઓછું હશે, જેના કારણે ઉત્પાદનના જથ્થામાં ઘટાડો તેમજ કિંમતોમાં ઘટાડો જોવા મળશે. ઉત્પાદન વૉલ્યુમમાં ઘટાડો આ કરતાં ઓછો હશે.
ડી બીયર્સે હમણાં જ તેનો 2025 “ઇન્ટેન્શન ટુ ઓફર” (ITO) બહાર પાડ્યો, જે સાઈટહોલ્ડરને જાણ કરે છે કે તેઓ વર્ષ દરમિયાન કેટલી રફ ખરીદી કરી શકશે. ડી બીયર્સ વાર્ષિક ધોરણે આની સમીક્ષા કરે છે, તેના નિર્ણયો ગ્રાહકોના ભૂતકાળના ખરીદીના રેકોર્ડ તેમજ ઉત્પાદનની અપેક્ષિત ઉપલબ્ધતા પર આધારિત છે. ITO વગરના સાઈટહોલ્ડરો હજુ પણ એડ-હોક ધોરણે માલ મેળવી શકે છે.
ડિ બીયર્સે સાઇટહોલ્ડરને પત્ર દ્વારા જણાવ્યું હતું કે તેણે આગામી વર્ષના સપ્લાય વૉલ્યુમમાં “એડજસ્ટમેન્ટ્સ” કર્યા છે, જોકે આ વિશે ડિ બિયર્સે કોઈ વધુ સ્પષ્ટતા આપી નથી. પત્રમાં આગળ જણાવાયું છે કે આના કારણે ખાણોના ઉત્પાદન અનુમાનમાં વિભિન્નતા ઉપરાંત “પ્રદર્શિત માંગ” એટલે કે ગ્રાહકોના અગાઉના ખરીદી પર્ફોમન્સ પણ સામેલ છે. તેમાં સાઇટહોલ્ડર્સના મેન્યુફેક્ચરિંગ અરેંજમેન્ટ, ડિસ્ટ્રિબ્યુશન અને માર્કેટિંગ જરૂરીયાતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
બોત્સ્વાનામાંથી ઉત્પાદનમાં ડી બીયર્સની ભાવિ ઍક્સેસ અંગેની અનિશ્ચિતતા વચ્ચે પણ વિકાસ થયો છે, જ્યાં વેચાણ કરાર અંગે સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે.
ડી બીયર્સના પ્રવક્તાને આ વિશે પૂછતાં તેઓએ પત્રની બાબતો પર કોઈપણ પ્રકારની કોમેન્ટ આપવાનો ઇનકાર કર્યો હતો અને ITO ફેરફારો બાદ તેઓ મળ્યા ન હતા.
ઓછા, પણ મજબૂત ગ્રાહકો
આ પરિણામોથી ગ્રાહકોને આશ્ચર્ય થયું ન હતું, કારણ કે ખાણિયોએ તેમને કહ્યું હતું કે તે તેની 2024ની ન્યૂનતમ $15 મિલિયનની ખરીદીની જરૂરિયાત અને ત્રણ બોક્સ માલસામાનને લાગુ કરશે.
સાઇટધારકોની સત્તાવાર સંખ્યામાં ઘટાડા તરફનું પગલું ડી બીયર્સના હિત માટેની યોજના છે જેની સીઇઓ અલ કૂકે ગયા મહિને એન્ટવર્પમાં ફેસેટ્સ 2024 કોન્ફરન્સમાં ચર્ચા કરી હતી.
તેવી જ રીતે, કંપનીએ પણ સાઈટહોલ્ડર્સને કહ્યું છે કે તેઓએ તેમના ફાળવેલ માલના 50% વર્ષના પ્રથમ અર્ધભાગ માટે અને બાકીના 50% બીજા અર્ધભાગમાં ખરીદી કરવી પડશે. જે તેઓ અગાઉ તેઓ પ્રથમ અર્ધભાગમાં 60% અને બીજામાં 40% ફાળવવામાં આવતા હતા. ડીલરો આને રોકડ પ્રવાહ સુધારવા અને નબળાં ખરીદદારોને બહાર કાઢવાના પ્રયાસ તરીકે જુએ છે.
ડી બીઅર્સે તેમને એક પત્રમાં જણાવ્યું હતું કે, સાઇટહોલ્ડરો એ પણ આ ખરીદીઓને સમાનરૂપે વિતરિત કરવી જોઈએ જેથી કરીને દરેક ક્વાર્ટરમાં 25% થાય. સામાન્ય રીતે તેઓ ભૂતકાળની જેમ, અર્ધ વર્ષ દીઠ માલના 50% જેટલી ખરીદી કરી શકશે, પરંતુ પ્રથમ અર્ધ વર્ષથી વર્ષના બીજા ભાગમાં આ ખરીદીને આગળ લઈ જઈ શકશે નહીં, તેઓએ ફરજિયાત વર્ષના પ્રથમ છ માસ દરમિયાન ફાળવેલ રફની 50% ખરીદીકરવી પડશે.
2024માં, ડી બીયર્સનું વેચાણ પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન સારું રહ્યું હતું, જે જોતાં એવું અનુમાન હતું કે 2023ની મંદી પછી બજારમાં ફરીથી ઉછાળો આવશે. ડી બીયર્સના કોન્સોલિડેટેડ રફ વેચાણ મૂલ્યમાં વાર્ષિક ધોરણે 20%થી વધુનો ઘટાડો થયો હતો. 2024ના ત્રીજા ક્વાર્ટરમાં 76% માંગમાં મંદીના કારણે કંપનીને તેના પુરવઠાના નિયમો હળવા કરવાની ફરજ પડી હતી.
બજારના એક વિશ્લેષકે જણાવ્યું હતું કે, ડી બીયર્સ “આ વર્ષમાં રેગ્યુલર કેશ-ફ્લોની શોધમાં છે. આ પગલાંથી ડી બીયર્સ ચકાસવા માંગે છે કે કેટલા સાઇટહોલ્ડર્સ એવા છે જે માર્કેટની સ્થિતિની પરવા કર્યા વગર સમયસર પોતાને ફાળવેલ રફની ખરીદી કરે છે.”
નવી સાઇટની ફાળવણીની જાહેરાત ડી બિઅર્સની ડિસેમ્બરની સાઇટને આધારિત કરવામાં આવી હતી, જેનું વર્ષનું 10મું અને અંતિમ ટ્રેડિંગ સત્ર હતું, જેનું કૂલ મૂલ્ય આશરે $200 મિલિયન હતું.
ઘણા ગ્રાહકોએ વાસ્તવિક માંગને બદલે આવતા વર્ષના પુરવઠાને જાળવી રાખવા માટે ખરીદી કરી હતી, જ્યારે અન્ય તેમના ITO ગુમાવવાનું જોખમ લેવા તૈયાર હતા. ડી બીયર્સની રફ ટેન્ડર માર્કેટ કરતાં વધુ મોંઘી છે, જે ડી બીયર્સ દ્વારા કિંમતોમાં 10% થી 15% સુધીનો ઘટાડો કરવા છતાં ઘણી રફ બિનફાયદાકારક છે.
એક સાઈટહોલ્ડરે જણાવ્યું હતું કે “કેટલાક સાઇટહોલ્ડર્સ જેઓએ 2024માં તેમને ફાળવવમાં આવેલ રફ ખરીદી ન હતી, સૌ પ્રથમ તેઓને આગામી વર્ષ 2025ની સાઇટની ફાળવણીમાંથી કાઢી નાખવામાં આવશે. લોકો હવે સાઇટના ભાવે રફ ખરીદીને નુકશાનીનું જોખમ લેવા તૈયાર નથી, એટલે ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે.”
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube