DIAMOND CITY NEWS, SURAT
હીરા ઝવેરાત ઉદ્યોગમાં હવે ભાડેથી જ્વેલરીનો નવો ટ્રેન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. વિશેષ પ્રસંગો પર ભાડાની જ્વેલરી પહેર્યા બાદ તે પરત કરવાનો વિકલ્પ હવે ઝવેરાત કંપનીઓ આપી રહી છે.
તાજેતરમાં સિગ્નેટ જ્વેલર્સ પોતાના ઝેલ્સ બેનર પર એક જ્વેલરી રેન્ટલની સ્કીમ શરૂ કરવા માટે તૈયાર છે. જે ગ્રાહકોને તેમના વિશેષ પ્રસંગો પર 36 લેબગ્રોન હીરા ઉધાર લઈ પરત કરવાની મંજૂરી આપે છે.
સમર સિઝનમાં સિગ્નેટ જ્વેલર્સ તેના ઝેલ્સ X રોકબોક્સ નામના કલેક્શન સાથે 28 સ્ટોર્સમાં આ સ્કીમ લૉન્ચ કરવા જઈ રહી છે. જ્વેલર્સ કંપની જેરેડ અને ઓનલાઈન જાયન્ટ જેમ્સ એલનની પણ માલિકી ધરાવે છે તે ઝેલ્સ પાઈલોટના પરિણામોના આધારે તેના અન્ય બેનરો માટે આ રેન્ટેડ જ્વેલરીનો વિકલ્પ અમલમાં મુકવા અંગે વિચારી રહી છે.
ઝેલ્સ X રોક્સબોક્સ સિરિઝમાં 1000 થી 9000 ડોલર સુધીના નેકલેસ, બ્રેસલેટ, એરિંગ્સ અને રિંગ્સ સહિત 36 પ્રોડ્ક્ટસ આ સ્કીમ હેઠળ ઓફર કરશે. ગ્રાહકો રિટેલ પ્રાઈઝની 10 ટકા રકમ ચૂકવી 14 દિવસ માટે જ્વેલરી ભાડે લઈ શકશે. જો દુકાનદારો ભાડાની મુદ્દત પુરી થયા પછી કોઈ વસ્તુ રાખવા માંગતા હોય તો તેમની પાસે તે ખરીદવાનો વિકલ્પ પણ રહેશે. જેમાં ભાડાની ફી ખરીદ કિંમત પર મૂકવામાં આવશે.
જ્વેલર્સ કંપની માને છે કે રેન્ટેડ જ્વેલરીનો વિકલ્પ તેમના બેનરો માટે નવા ગ્રાહકો શોધી લાવવાનું કામ કરશે.
કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે આ સ્કીમ હેઠળ ગ્રાહકોના નવા વર્ગને આકર્ષી શકીશું. કારણ કે તે સારી જ્વેલરીને લોકો માટે વધુ સુલભ બનાવશે. લોકો માત્ર ભાડું ચૂકવી મનગમતી કિંમતી જ્વેલરી પહેરી શકશે. તે અમારા હાલના ગ્રાહકોની પણ મુલાકાત લેવાનું કારણ બનશે. તેઓ પણ વધુ ખરીદી કરતા થશે.
પ્રોગ્રામ માટેની ટેક્નોલૉજી રોક્સબોક્સ દ્વારા પુરી પાડવામાં આવશે. જે જ્વેલરી ભાડાની સાઈટ સિગ્નેટ દ્વારા એપ્રિલ 2021માં યુવાન ગ્રાહકો સુધી પહોંચાડવાના સાધન તરીકે હસ્તગત કરવામાં આવી છે. જ્વેલરી કંપની માટે આ નવી યોજના એ પહેલો કો બ્રાન્ડિંગ વિકલ્પ નથી. આ અગાઉ નવેમ્બર 2020માં યુવાન કંપનીએ જેરેડ X જેમ્સ એલન સિરિઝ લૉન્ચ કરી હતી, જે એક હાઈબ્રીડ હતી. તેના ઓનલાઈન બેનર જેમ્સ એલનના ઉત્પાદનનો તેની જેરેડની ફિઝિકલ દુકાનોમાં ઓફર કરવામાં આવી હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM