નોર્થ અમેરિકામાં સૌથી વધુ આવક મેળવનાર તરીકે સિગ્નેટે રેકોર્ડ નોંધાવ્યો છે. નેશનલ જ્વેલર મેગેઝિનના વાર્ષિક સ્ટેટ ઓફ ધ મેજર્સ રિપોર્ટ અનુસાર 100 મિલિયન ડોલર સુપરસેલર્સમાં સિગ્નેટનું નામ ટોચ પર છે.
કંપની દ્વારા ઘડિયાળો અને જ્વેલરીના 2854 આઉટલેટ્સ તેમજ ઓનલાઈન સ્ટોર્સમાં વર્ષ 2022 દરમિયાન કુલ 7.29 બિલિયન ડોલરનું વેચાણ રહ્યું હતું, જે બીજા નંબર પર આવેલા વોલમાર્ટના 3.38 બિલિયન ડોલર કરતા બમણું રહ્યું હતું.
રિચમોન્ટ, સ્વીસ લક્ઝરી સમુહ પાછલા વર્ષે છઠ્ઠા સ્થાન પર હતુ જે આ વર્ષે ત્રીજા સ્થાને પહોંચ્યું છે. રિચમોન્ટનું વેચાણ 20 ટકા વધી 3.37 બિલિયન ડોલર થયું છે. આ ઉપરાંત આ યાદીમાં એમેઝોન, કોસ્ટકો અને મેસીઝે સ્થાન મેળવ્યું છે. આ તમામની આવકમાં વધારો થયો છે.
ગયા વર્ષે ક્રમશ આ કંપનીઓ અનુક્રમે ચોથા, છઠ્ઠા અને સાતમા સ્થાને હતી તે આ વર્ષે ક્રમશ ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને પહોંચી છે. પાન્ડોરા સાતમા સ્થાનેથી નવમા સ્થાને સરકી ગયો છે. ત્યાર બાદ LVMH, નોન્ટમ અને બુચેરર બધા ઉપર છે.
કુલ 36 રિટેલર્સ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 100 મિલિયન ડોલરનું વેચાણ ધરાવતા હોવાનું મુલ્યાંકન કરાયું છે. તાજેતરના ઉપલબ્ધ આંકડાઓ અનુસાર નોર્થ અમેરિકામાં કુલ 36 રિટેલર્સની આવક વધી છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM