DIAMOND CITY NEWS, SURAT
સિગ્નેટ જવેલર્સના CEO Ms. Virginia Drososની આગેવાની હેઠળ US જ્વેલરી રિટેલ જાયન્ટ સિગ્નેટ જ્વેલરના ટોચના મેનેજમેન્ટના પ્રતિનિધિમંડળે 22મી એપ્રિલ 2023ના દિવસે મુંબઈમાં ભારત ડાયમંડ બૂર્સ ખાતે ભારતીય ઉદ્યોગ સાથે બિઝનેસ મીટિંગ યોજી હતી.
સિગ્નેટ ટીમમાં સિગ્નેટ જવેલર્સના ચીફ માર્કેટિંગ ઓફિસર અને Kay, Zales, Peoplesના પ્રમુખ Jamie Singleton, સિગ્નેટ જવેલર્સના ચીફ ફાયનાન્શીઅલ એન્ડ સર્વિસ ઓફિસર Ms. Joan Hilson, R2net, Jamesallen.com, bluenile.comના ચીફ ડાયમંડ ઓફીસર Roie Edelman, સિગ્નેટ જ્વેલર્સના ગ્લોબલ સ્ટ્રેટેજિક સોર્સિંગ વાઈસ પ્રેસિડન્ડટ Georg Leifheit સમાવેશ થાય છે.
કંપનીના ભારતીય વિક્રેતાઓ અને સપ્લાયરોથી ખીચોખીચ ભરેલા હોલમાં સિગ્નેટના CEO Ms. Virginia Drososએ પોતાના સંબોધનમાં આવનારા વર્ષ માટે સિગ્નેટના આઉટલૂક અને હીરા ઉદ્યોગમાં તેમના ભાગીદારો સાથે સહયોગના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
4800 સ્ટોર્સ સાથે વિશ્વના સૌથી મોટા ડાયમંડ જ્વેલરી રિટેલરના વડા તરીકે, વર્જિનિયા ડ્રોસોસે સ્વીકાર્યું કે કોરાના મહામારીને કારણે હીરાના વેચાણ પર અસર પડી છે, ખાસ કરીને એંગજમેન્ટના સ્પેસમાં, પરંતુ સાથે તેમણે નોંધ્યું હતું ક કે હવે ડાયમંડ ઉદ્યોગમાં સામા પવનનો અંત આવી રહ્યો છે. તેણીએ શેર કર્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં, લોકડાઉને ઘણા ગ્રાહકોને ડેટિંગ અને સગાઈ તરફની પ્રક્રિયા શરૂ કરતા અટકાવતાં હતા. જો કે, હવે આ કપરા સમયનો અંત આવશે અને ખાસ કરીને US, UK અને કેનેડામાં નવેમ્બર અને ડિસેમ્બરથી શરૂ થતા આગામી ત્રણ વર્ષમાં સગાઈમાં વધારો થવાની ધારણા છે.
આ અણધારી તકની તૈયારી માટે વર્જિનિયા ડ્રોસોસે સપ્લાય ચેઇનમાં ખર્ચ બચત, કાર્યક્ષમતા અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને, સિગ્નેટ અને તેમના ભાગીદારો વચ્ચે મજબૂત સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેણીએ ગ્રાહકોની વિશાળ શ્રેણીને આકર્ષિત કરતી રિસ્પોન્સીબલ જ્વેલરી બનાવવા માટે ટકાઉ વિકલ્પો સહિત નવી તકનીકોની શોધ કરવા પ્રોત્સાહિત કર્યા.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM