સિંગર રીહાન્નાએ પગની ઘૂંટીમાં 400,000 ડોલરની ડાયમંડની વોચ પહેરી

35 વર્ષીય બાર્બાડિયન સિંગર રીહાન્નાએ કસ્ટમાઈઝ્ડ જેકબની ડાયમંડ વોચ પહેરી હતી. આ વોચમાં 155 રાઉન્ડ ડાયમંડ જડવામાં આવ્યા હતા.

Singer Rihanna Wears $400,000 Diamond Watch on her ankle
ફોટો સૌજન્ય : (ડાબે) જેકબ એન્ડ કંપનીનું ઇન્સ્ટાગ્રામ પેજ અને (જમણે) રીહાન્ના નેક વોચ સાથે
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

પૈસો કરાવે અજબ ગજબ ખેલ. રૂપિયા આવે પછી લોકો વિચિત્ર શોખ અપનાવી લેતા હોય છે, તેમાં સેલિબ્રિટીઓની તો વાત જ ન પૂછો. એક તો રૂપિયો અને બીજું સ્ટારડમ હોવાના લીધે તેઓના શોખ પણ યુનિક હોય છે.

એક જમાનામાં માઈકલ જેક્શન તેના વિચિત્ર શોખ માટે જાણીતો હતો. ભારતમાં બોલિવુડ એક્ટર રણવીર સિંઘ ચિત્રવિચિત્ર કપડાં પહેરવા માટે જાણીતો છે. કહેવાતા ડિઝાઈનર કપડામાં રણવીર સિંઘનો દેખાવ અન્યોથી અલગ હોય છે પરંતુ તે ક્યારેક હાસ્યાસ્પદ પણ લાગતો હોય છે. જોકે, અહીં રણવીર સિંઘની વાત કરવી નથી પરંતુ તેના જેવા જ વિચિત્ર શોખ ધરાવતી સિંગર રીહાન્નાની વાત કરવી છે.

બાર્બેડિયન સિંગર રીહાન્નાને તાજેતરમાં સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું જ્યારે તે એક ઈવેન્ટમાં પગની ઘૂંટીમાં વોચ પહેરીને આવી હતી. સામાન્ય રીતે લોકો હાથના કાંડા પર ઘડિયાળ પહેરતા હોય છે પરંતુ કંઈક અલગ ન કરે તો સ્ટાર કેવી રીતે કહેવાય? રીહાન્નાએ કંઈ અલગ કરવા માટે પગની ઘૂંટીમાં વોચ પહેરી હતી.

વળી, આ વોચ કંઈ સામાન્ય નહોતી. જાણીને નવાઈ લાગશે પણ રીહાન્નાએ પગની ઘૂંટીમાં ડાયમંડ વોચ પહેરી હતી. જેકોબ એન્ડ કંપનીએ બનાવેલી આ ડાયમંડ વોચને જૂનમાં નેક ચોકરમાં પ્રદર્શિત કરાઈ હતી.

35 વર્ષીય બાર્બાડિયન સિંગર રીહાન્નાએ કસ્ટમાઈઝ્ડ જેકબની ડાયમંડ વોચ પહેરી હતી. આ વોચમાં 155 રાઉન્ડ ડાયમંડ જડવામાં આવ્યા હતા. તેના ત્રણ સ્ટ્રેન્ડ બ્રેસલેટમાં એમરલ્ડ કટ ડાયમંડ જડવામાં આવ્યા હતા. તેમાં 70 કેરેટથી વધુ વજનના હીરા હતા.

લાસ વેગાસ ગ્રાન્ડ પ્રિક્સમાં તેની કિંમત 400,000 ડોલર મૂકવામાં આવી છે. રીહાન્નાએ જુન મહિનામાં પેરિસના ફૈરેલ વિલિયમના લુઈસ વીટનના પહેલાં ફેશન શોમાં આ નેક વોચ પહેરી હતી.

વ્હાઈટ ગોલ્ડ જેકબ અને એમપી કંપનીના બ્રિલિયન્ટ ફ્લાઈંગ ટુરબિલોનને 338 બેગુએટ વ્હાઈટ હીરા સાથે જડવામાં આવ્યા હતા જેમાં એક કાબોચોન કટ ડાયમંડનું વજન 30 કેરેટથી વધુ હતું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS