Smiling Rocks Dazzling at the Oscars 2023-1
સૌજન્ય - સ્માઈલિંગ રોક્સ
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સુપ્રસિદ્ધ ગાયક અને સેલિબ્રિટી જ્હોન લિજેન્ડ અને પ્રતિભાશાળી સ્ક્રીન રાઇટર લેસ્લી પેટરસને ગઈકાલે રાત્રે વેનિટી ફેર ઓસ્કર આફ્ટર પાર્ટી અને ધ એકેડમી એવોર્ડ્સ 2023માં સ્માઈલીંગ રોક્સ જ્વેલરી પહેરી હતી.

જ્હોન લિજેન્ડે ગઈકાલે રાત્રે વેનિટી ફેર ઓસ્કર આફ્ટર પાર્ટીમાં તેની પત્ની ક્રિસી ટેઇગન સાથે ઝુલુના સંગ્રહમાંથી સ્માઇલિંગ રોક્સ 2ct એમરાલ્ડ સોલિટેર મેન્સ રિંગ પહેરીને ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં 2ctના લેબગ્રોન ડાયમંડને 14K વ્હાઇટ ગોલ્ડમાં જડવામાં આવ્યો હતો.

લેસ્લી પેટરસન કે જેની ફિલ્મે “ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ” માટે નૉમિનેશન મેળવ્યું હતું, તેણે સ્માઈલિંગ રોક્સ જેમટૅસ્ટિક રિંગ્સ અને 14K ગોલ્ડ અને લેબગ્રોન ડાયમંડ જડેલું બ્રેસલેટ પહેર્યું હતું. આ રિંગ્સ ડબલ હાલો રૂબી લેબગ્રોન ડાયમંડ રિંગ્સ 4ct અને સિંગલ હેલો રૂબી 2.69ct રિંગ છે. બ્રેસલેટ એ 4.77ct લેબગ્રોન ડાયમંડ અને રૂબી રત્ન ટેનિસ બ્રેસલેટ છે. આ મૂવીને ગઈકાલે રાત્રે 9 ઓસ્કર માટે નોમિનેટ કરવામાં આવી હતી, જેમાં 4 એવોર્ડ જીત્યા હતા.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DR SAKHIYAS