DIAMOND CITY NEWS, SURAT
તાજેતરમાં વિશ્વનો સૌથી પ્રસિદ્ધ, ખ્યાતનામ એવોર્ડ સમારોહ ઓસ્કાર 2024 યોજાઈ ગયો. આ સમારોહ દુનિયાભરની શ્રેષ્ઠ ફિલ્મો, અભિનેતાઓને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કારથી નવાજે છે. આ એવોર્ડ સમારોહની પ્રતિષ્ઠા ખૂબ છે.
આ એવોર્ડ સમારોહમાં કઈ ફિલ્મો, અભિનેતાને એવોર્ડ મળી રહ્યો છે તે જાણવા દુનિયાભરમાં ઉત્સુકતા હોય છે, તેની સાથો સાથ આ સમારોહમાં ફિલ્મ સ્ટાર્સ કેવા કપડાં, જ્વેલરી પહેરે છે તેની પર પણ નજર હોય છે.
આ વખતે એક અભિનેતા નેકેડ થઈને સ્ટેજ પર પહોંચી ગયા હતા, જેની ખાસ્સી ચર્ચા થઈ હતી. જોકે, તેના સિવાય અનેક અભિનેતા-અભિનેત્રીઓએ સુંદર વસ્ત્રો અને ઘરેણાં પહેર્યા હતા, તે પ્રત્યે પણ ચાહકોમાં આકર્ષણ જોવા મળ્યું હતું.
સૌથી વધુ આકર્ષણ ઓસ્કાર 2024માં સ્માઈલિંગ રોક્સની જ્વેલરીએ જમાવ્યું હતું. અભિનેત્રી કેથરીન ઓ’હારાએ સ્માઈલિંગ રોક્સનો હોટ કોચર ડ્રીમ નેકલેસ અને રિંગ પહેરી હતી. ઓ’હારાએ સ્ટેજ પર માઈકલ કીટોન સાથે બીટલ જુઈસનું રીયુનિયન કરી સુંદર પર્ફોમન્સ આપ્યું હતું. તેમણે મેકલ અને સ્ટાઈલિંગ માટે બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનનો એવોર્ડ પ્રસ્તુત કર્યો હતો.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM