લેબગ્રોન ડાયમંડના તમામ સ્ટેક હોલ્ડર્સનું સ્નેહમિલન સંમેલન યોજાયું

લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકો અને વેપારીઓને ચૅમ્બર ઓફ કોમર્સ તથા લેબગ્રોન ડાયમંડ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારા 'લેબગ્રોન એક્ષ્પો' વિશે માહિતી અપાઈ

Snehmilan of all Lab Grown Diamond stakeholders held-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

દેશમાં સૌથી વધુ લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન જ્યાં થઈ રહ્યું છે એ સુરત શહેર ખાતે લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા તમામ સ્ટેક હોલ્ડરોનું એક સ્નેહ સંમેલન બુધવાર, તા. ૬ માર્ચના રોજ સાંજે ૫:૦૦ કલાકે કતારગામ, નાની વેડ સ્થિત મણીબાગ ફાર્મ ખાતે રાખવામાં આવ્યું હતું.

  • Snehmilan of all Lab Grown Diamond stakeholders held-2
  • Snehmilan of all Lab Grown Diamond stakeholders held-3
  • Snehmilan of all Lab Grown Diamond stakeholders held-4
  • Snehmilan of all Lab Grown Diamond stakeholders held-5

જેમાં મુખ્ય મહેમાન તરીકે વિનસ જ્વેલ્સના ઉદ્યોગપતિ શ્રી સેવંતીભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ધી સઘર્ન ગુજરાત ચૅમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે વધુ વિગતો આપતા લેબગ્રોન ડાયમંડ એસોસીએશનના પ્રમુખ શ્રી બાબુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડ માટે સૌપ્રથમ વખત એક્ષ્પોનું આયોજન સુરત ખાતે તા. ૩ થી ૫ મે, ૨૦૨૪ દરમિયાન થનાર છે. લેબગ્રોન ડાયમંડ એન્ડ જવેલરી એક્ષ્પો એ સમગ્ર ઉદ્યોગ માટે એક ગેમ ચેઇન્જર ઇવેન્ટ બની રહેશે.

તેમણે જણાવ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડ એસોસીએશન ઉપરાંત ધી સધર્ન ગુજરાત ચૅમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સંયુક્તપણે આ એક્ષ્પો યોજાશે. જેનાથી લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, મેન્યુફેક્ચરર્સ અને બ્રોકર વગેરે તમામ ઘટકોના આગેવાનોને વાકેફ કરવામાં આવ્યા હતા. વધુમાં તેમણે લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગકારોની ત્રીજી ક્રિકેટ ટુર્નામેન્ટની પણ માહિતી આપી હતી.

  • Snehmilan of all Lab Grown Diamond stakeholders held-6
  • Snehmilan of all Lab Grown Diamond stakeholders held-7
  • Snehmilan of all Lab Grown Diamond stakeholders held-8

ઉદ્યોગપતિ શ્રી સેવંતીભાઈ શાહે જણાવ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડને કારણે રીયલ ડાયમંડના બિઝનેસમાં કોઈ અસર પડી નથી. રિયલની માંગમાં કોઈપણ પ્રકારનો ઘટાડો થયો નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં. કારણ કે, રિયલ અને લેબગ્રોન ડાયમંડ એકજ સિકકાની બે બાજુ છે. રિયલ અને લેબગ્રોન ડાયમંડ વચ્ચે કોઈ સ્પર્ધા નથી. રિયલ અને લેબગ્રોન એમ બંને ડાયમંડના ગ્રાહકો જુદા-જુદા છે. આથી બંનેના બિઝનેસમાં વધારો જ થશે.

ચૅમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકો અને વેપારીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, તેમના કાર્યકાળ દરમ્યાન અત્યાર સુધી કુલ આઠ જેટલા એક્ઝીબીશન સફળ રીતે થઈ ચૂકયા છે અને આવતા સપ્તાહમાં ઓટો એક્ષ્પો થવાનો છે ત્યારે ચૅમ્બર ઓફ કોમર્સ દ્વારા લેબગ્રોન ડાયમંડ એસોસીએશન સાથે મળીને લેબગ્રોન એક્ષ્પો તરીકે નવું એક્ઝીબીશન આ વર્ષે થનાર છે. લેબગ્રોન એક્ષ્પો ઉપરાંત અન્ય પાંચેક એક્ઝીબીશન હજી થવાના છે તેના વિશે તેમણે ઉદ્યોગકારોને માહિતી આપી હતી.

વધુમાં ચૅમ્બર પ્રમુખે લેબગ્રોનના ઉત્પાદકો અને વેપારીઓને ચેમ્બર ઓફ કોમર્સના SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન ૮૪ની સાથે જોડાઈને સુરતથી એક્ષ્પોર્ટમાં વધારો કરવા અનુરોધ કર્યો હતો. તેમણે મિશન ૮૪ની વિસ્તૃત માહિતી આપી દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા માટે તમામને સહયોગ આપવા વિનંતી કરી હતી.

શ્રી નૈનેશ પચ્ચીગરે ધી સઘર્ન ગુજરાત ચૅમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને લેબગ્રોન ડાયમંડ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારા લેબગ્રોન એક્ષ્પો અંગે સર્વેને વિસ્તૃત માહિતી આપી હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS