એવું કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય. એવી જ રીતે નાના રકતદાન કેમ્પો મોટી સંખ્યામાં રકત ભેગું કરવામાં મદદરૂપ થતા હોય છે. 3જીમે, અખાત્રીજના શુભ અવસરે શહેરના ગોતાલાવાડી વિસ્તારમાં Mac Swin ટેકનોલોજી દ્વારા વર્ણી તથા કર્મ બિલ્ડીંગના સહયોગથી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
Mac Swin ટેકનોલોજીના સંચાલક રાહુલ પરમારે કહ્યું હતું કે આ શિબિરમાં 310 બોટલ રકત ભેગું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માજી સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિરવ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ પરમારે કહ્યું કે ઘણી વખત તમારી એક રકતની બોટલ કોઇનો જીવ બચાવવામાં મદદરૂપ થઇ શકતી હોય છે.
આટલા મોટા શહેરમાં રકતની જરૂરિયાત મોટા પ્રમાણમાં ઉભી થતી હોય છે એટલે સામાજિક જવાબાદારી સમજીને અમે રકતદાન શિબિરનું આયોજન કર્યું હતું. મારી વિનંતી છે કે બધા લોકો પોતાની જવાબદારી સમજીને સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પ યોજે તો રકતબેંકોને મોટી રાહત રહેશે.