આપણે સૌ જાણીએ જ છીએ કે સુરતના લોકો હંમેશ કંઈક અલગ કરી બતાવે છે. સુરત સ્થિત વિવિધ સંસ્થાઓ દ્વારા કંઈક ને કંઈક વિશેષ કાર્યો થતાં જ હોય છે.
આજે એવી જ એક અનિખી પહેલ વિશે આપણે જાણીએ, SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF), અગ્રગણ્ય હીરા ઉત્પાદક કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ. (SRK) દ્વારા સંચાલિત વેલ્ફેર સંસ્થા છે. SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા એક અનોખી જાહેરાત કરવામાં આવી છે જે સાંભળીને સૌને આશ્ચર્ય સાથે આનંદ થાય કે તેમણે આવનાર દિવસોમાં સમગ્ર ભારતમાં 750 શહીદ સૈનિકો અને રાષ્ટ્રીય મહાનાયકોના ઘરે 750 KW રૂફટોપ સોલાર સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવાની યોજનાની જાહેરાત કરી છે.
ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં SRKKF દ્વારા તેના સ્થાપક-અધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના નેતૃત્વ હેઠળ, સુરતના SRK સ્પોર્ટ્સ પાર્ક ખાતે ‘રાષ્ટ્ર કી રોશની’ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કમાન્ડન્ટ ચેતન કુમાર ચિત્તા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઝુંબેશ સાથે ભારતના ગૌરવના 75 વર્ષની ઉજવણીની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી પ્રેરિત, SRKKF દ્વારા ‘રાષ્ટ્ર કી રોશની’ કાર્યક્રમના આયોજન દ્વારા શહિદ જવાનો અને રાષ્ટ્રીય મહાનાયકોના અસરગ્રસ્ત પરિવારોને મદદ ચાલુ રાખવાનું વચન આપ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન એક અનોખી જાહેરાત કરવામાં આવી હતી કે દેશના 750 શહીદ સૈનિકો અને રાષ્ટ્રીય મહાનાયકોના ઘરે SRK નોલેજ ફાઉન્ડેશન ઘરે રહેણાંક 750 KW રૂફટોપ સોલાર સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરશે. દિવસ અને રાત ઉર્જાની જરૂરિયાતોની પૂર્તિ કરીને આ પહેલ 3,000થી વધુ લોકોના જીવનમાં ઉજાસ ફેલાવશે. આ યોજના SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારતમાં એક અગ્રણી પહેલ હશે.
આ યોજના દ્વારા 750 KW રૂફટોપ સોલાર સિસ્ટમનો ઉપયોગ 750 ઘરોને પાવર આપવા માટે કરવામાં આવશે. આ સાથે રહેવાસીઓને દર મહિને રૂ. 2,000/- જેટલી બચત આવતા 25 વર્ષ સુધી થશે.
SRKKF સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) તરફ પ્રગતિને વેગ આપી રહ્યું છે, અને આ પહેલ અન્ય વિવિધ પહેલો સાથે હરિયાળા ભવિષ્ય તરફનું એક નાનું પગલું છે.
Follow us :
Facebook | Twitter | Pinterest | LinkedIn | Instagram
Join our Telegram Channel to get Latest News
લેટેસ્ટ ન્યુઝ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
https://t.me/diamondcitynewssurat