રત્નકલાકાર પિતા, શિક્ષકો અને હાઉસવાઈફ માતા પૂરતો સપોર્ટ કરે
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મૂળ સૌરાષ્ટ્રની અને સુરતમાં રહેતા રત્નકલાકારની દીકરીએ ભારે સફળતા મેળવી છે.
ગોપી વઘાસીયાએ 96.28 સાથે એવન ગ્રેડ મળ્યો છે ગોપીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં તેઓએ હોશિયાર વિદ્યાર્થીઓ નું ગ્રુપ બનાવીને અરસ પરસ ડાઉટ ફોન કરીને ભારે મહેનત સાથે આ સફળતા મેળવી છે.
જેમાં શિક્ષકો માતા-પિતાનો પૂરતો સપોર્ટ મળ્યો હતો પિતાએ કાળી મજૂરી કરી હોવાથી આગામી સમયમાં પિતાને ગૌરવ થાય તે પ્રકારે ca બનીને નામ રોશન કરવાની ઈચ્છા છે.
પિતા રત્નકલાકાર
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગુંદાશ્રી ગામના વતની ચીમનભાઈ વઘાસીયાની પુત્રી ગોપી એ ધોરણ-12માં એ-વન ગ્રેડ મેળવવાની સાથે પરિવારનું નામ રોશન કર્યું છે.
પિતા ચીમનભાઈ ઘણા વર્ષોથી સુરતમાં રત્નકલાકાર એટલે કે હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે પપ્પાની મહેનત જોઈને ગોપીએ પણ ધોરણ 12માં ભારે મહેનત કરી જેના કારણે આજે સારું પરિણામ મળ્યું છે
હોશિયાર વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવ્યું
ગોપી એ જણાવ્યું હતું કે ધોરણ11 વખતે કોરોના સમય હોવાથી ઓનલાઇન અભ્યાસની સાથે સાથે હોશિયાર વિદ્યાર્થીઓ નું સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવ્યું હતું જેમાં એક બીજા પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરતા હતા સાથે જ રોજ ને આઠથી દસ કલાક મહેનત કરતા હતા
સીએ બનવાની ઈચ્છા
ગોપી એ જણાવ્યું હતું પિતાની ઈચ્છા કંઇક કરી બતાવવાની હતી જેના કારણે ધોરણ 12માં ખૂબ મહેનત કરે અને આગામી સમયમાં CA બનીને સીએની ઓફિસ ખોલી પરિવારને મદદરૂપ થવાની તથા પરિવારનું ગૌરવ વધારે નામ રોશન કરવું છે તથા પિતાને આજે હું એટલું જ કહીશ કે એમણે મારા માટે જે મહેનત કરી છે તે હું આગામી સમયમાં તેમને નિરાશ થવા નહીં દઉં.
પરિવારનો સપોર્ટ મળ્યો
વઘાસીયા પરિવાર નો ગોપીને પૂરતો સપોર્ટ મળ્યો હતો ગોપી નો મોટોભાઈ એલએલબી કરી રહ્યો છે જે પણ ગોપી ને મદદ કરતો હતો તથા માતા કૈલાસબેન ગોપીને રાત્રે કે જ્યારે પણ જરૂર હોય ત્યારે જાગીને સપોર્ટ કરતા હતા તથા નાસ્તો કરાવવામાં તથા રાત્રે ચા-પાણી પણ કરાવતા હતા. મોટોભાઈ ગૌરવ પણ પડયો હોવાથી ગોપીને પણ આગળ ભણવાની પરિવારે પૂરતી મદદ કરી હતી.